india news/ એર ઈન્ડીયા ફ્લાઈટના પાઈલટનો ડોપ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ, 17 મુસાફરો-ક્રૂ ઈજાગ્રસ્ત થયા હતા

એર ઈન્ડિયાની AI2379 ફ્લાઈટના પાઈલટનો કન્ફર્મેટરી ડોપ ટેસ્ટ પોઝિટિવ. આ ફ્લાઈટ 4 ઓગસ્ટે 300 ફૂટ નીચે આવી હતી તેથી 17 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

India Top Stories Breaking News
pilots

India News: એર ઈન્ડિયાની ફ્લાઈટ AI2379ના પાઈલટ (Pilot)-ઈન-કમાન્ડનો કન્ફર્મેટરી લેબ ટેસ્ટ Marijuana માટે પોઝિટિવ આવ્યો હોવાનો અહેવાલ સામે આવ્યો છે. આ જ ફ્લાઈટ 4 ઓગસ્ટે ક્રૂઝ દરમિયાન અચાનક લગભગ 300 ફૂટ નીચે આવી ગઈ હતી. ઘટનામાં ઓછામાં ઓછા 17 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને ઈજા થઈ હતી. પાઈલટના બીજા ટેસ્ટનું પરિણામ સામે આવ્યા બાદ સમગ્ર ઘટનાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.

Pilotનો ડોપ ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ 

એર ઈન્ડિયા (Air India)ની AI2379 ફ્લાઈટના પાઈલટ-ઈન-કમાન્ડનો કન્ફર્મેટરી લેબ ટેસ્ટ Marijuana માટે પોઝિટિવ આવ્યો હોવાનું સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે. આ કન્ફર્મેટરી ટેસ્ટ અગાઉના ડોપ ટેસ્ટના પરિણામની ચકાસણી માટે કરવામાં આવ્યો હતો.

પાઈલટનો ટેસ્ટ પોઝિટિવ આવ્યાના અહેવાલ બાદ એરલાઈનની કામગીરી અને ફ્લાઈટ દરમિયાન પાઈલટની તબીબી યોગ્યતા અંગે સવાલો ઊભા થયા છે. જોકે, માત્ર ટેસ્ટ પોઝિટિવ હોવાના આધારે પાઈલટે ફ્લાઈટ ચલાવતી વખતે નશીલા પદાર્થનું સેવન કર્યું હતું એવું નિશ્ચિતપણે કહી શકાય નહીં. આ બાબતની તપાસ અને નિયમનકારી પ્રક્રિયા મહત્વપૂર્ણ રહેશે.


આ પણ વાંચો:ગુજરાતમાં લોકો પાઈલટોની સતર્કતાને કારણે 8 સિંહોને જીવ મળ્યો; આ વર્ષે 104 સિંહોને બચાવવામાં આવ્યા છે
આ પણ વાંચો:હિન્દીમાં જાહેરાત કરતાં તમિલ પાઈલટને સાંભળી મુસાફરો હસીને હસીને બેવડ વળ્યા…
આ પણ વાંચો:પાકિસ્તાનનો અજીબ પાઈલટ, પ્લેન ઉડાડવાને બદલે બારીઓના કાચ સાફ કરતો વાયરલ વીડિયો