દેશમાં કરવામાં આવી રહેલી IT વિભાગની કાર્યવાહી વચ્ચે રાજ્યના સૌથી મોટા શહેર એવા અમદાવાદમાં ITનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું , જેને લઈને શહેરની બિલ્ડર લોબીમાં સોપો પડી ગયો છે.સતત ત્રીજા દિવસે પણ આઇટીનું સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું હતું .આ સર્ચ આપરેશનમાં આવકવેરા ડિપોર્ટમેન્ટને કરોડોની બેનામી સંપતિ હાથે લાગી છે .
આવકવેરા વિભાગે સતત ત્રીજા દિવસે સર્ચ આપરેશન કરતાં તેમને એક હજાર કરોડના બિન હિસાબી વ્યવાહારના દસ્તાવેજો મળી આવ્યા છે. 500 કરોડ રૂપિયા ટીડીઆરમાં રોકડ લીધી હોવાની પ્રબળ આશંકા છે. આ ઉપરાંત 350 કરોડ રિયલ એસ્ટેટમાં ઓન મનીમાં લેવાયાની સંભાવના છે. આવકેરાએ સઘન સર્ચ કરતાં તમામ બાબતો મળી આવી હતી. જયારે 150 કરોડ કેશ લોન પેટે લેવાનું મળી આવ્યું છે.
ઇન્કમટેક્ષ ડિપોર્ટમેન્ટે સતત ત્રીજા દિવસે પણ સપાટો બોલાવ્યો હતો અને અનેક કરોડો રૂપિયાની બેનામી મિલકત મળી આવી હતી,અલગ અલગ 14 બેંક લોકરો પણ સીલ કરવામાં આવ્યા હતા. આ સાથે આઇટી વિભાગને કરોડોનો ટેક્સ પણ મળે તેવી આશંકા છે.
આવકવેરા વિભાગના દરોડોમાં કરોડોની બેનામી મિલકત મળી આવી હતી અને 2 કરોડ 70 લાખના દાગીના પણ મળી આવ્યા છે તેની સત્તાવાર યાદી આઇટી વિભાગે બહાર પાડિ છે.
આયકર વિભાગે દ્વારા શહેરના અનેક બિલ્ડર ગ્રૂપ પર દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં દિપક ઠક્કર, યોગેશ પુજારા તેમજ કે મહેતા ગ્રૂપ સહિતના અનેક ગ્રુપો પર ITએ તવાઇ બોલાવી હતી અને એ તમામ ના ત્યાં સર્ચ આપરેશન હાલ ચાલી રહ્યું છે. કરોડોની મિલકતની સંપત્તિ મળી આવી હતી તેને સત્તાવાર રીતે જાહે્ર કરવામાં આવી છે્.
ગણેશ ચતુર્થી / મહેમદાવાદનું સિદ્વિવિનાયક મંદિર સત્ માટે જાણીતું છે,ગણેશ ચતુર્થીએ ભક્તોનું ઘોડાપુર
