Ahmedabad News/ અમદાવાદ, અસારવા અને સાબરમતી સ્ટેશન પર 6 નવેમ્બર સુધી પ્લેટફોર્મ ટિકિટ પર પ્રતિબંધ

આગામી તહેવારોની સિઝન દરમિયાન વધુ સારી ભીડ વ્યવસ્થાના ભાગરૂપે અમદાવાદ ડિવિઝનના અમદાવાદ, અસારવા અને સાબરમતી સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર તાત્કાલિક અસરથી કામચલાઉ પ્રતિબંધ લગાવામાં આવ્યો છે.

Top Stories Gujarat

Ahmedabad News:આગામી તહેવારોની સિઝન દરમિયાન વધુ સારી ભીડ વ્યવસ્થાના ભાગરૂપે અમદાવાદ ડિવિઝનના અમદાવાદ, અસારવા અને સાબરમતી સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર તાત્કાલિક અસરથી કામચલાઉ પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. આ પગલાનો હેતુ પ્લેટફોર્મ પર ભીડને નિયંત્રિત કરવાનો અને સ્ટેશન પરિસરમાં મુસાફરોની સરળ અવરજવર સુનિશ્ચિત કરવાનો છે.

દિવાળી તહેવાર અને છઠ પૂજા દરમિયાન પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પરનો પ્રતિબંધ તાત્કાલિક અસરથી 6 નવેમ્બર 2024 સુધી લાગુ રહેશે.

છૂટ

મુસાફરીને સરળ બનાવવા માટે, વરિષ્ઠ નાગરિકો અને તબીબી સંબંધી જરૂરિયાત વાળા લોકોને આ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી છે.

મુસાફરોને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ તહેવાર દરમિયાન સરળ અને સલામત મુસાફરી અનુભવ માટે તે મુજબ આયોજન કરે અને નવા નિયમોનું પાલન કરે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PM મોદી 16મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા રશિયા જશે, આ વર્ષે રશિયાની બીજી મુલાકાત

આ પણ વાંચો:PM મોદી આજે કાશીના પ્રવાસે, રૂપિયા 6000 કરોડની યોજનાઓનું કરશે લોકાર્પણ અને શિલાન્યાસ

આ પણ વાંચો:PM મોદીએ લાઓસમાં “રામાયણનું લાઓ વર્ઝન” જોયું, જાણો આ સદીઓ જૂના વારસા વિશે ખાસ વાતો