Not Set/ PM ને મળ્યા બાદ નોબલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જીએ મીડિયાને કહ્યુ- તમે શું કરી રહ્યા છો તેમને ખબર છે

નોબલ પુરસ્કાર વિજેતા અભિજિત બેનર્જીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદની સાથે મુલાકાત કરી. બંને વચ્ચે ઘણા વિષયો પર ચર્ચા થઈ હતી. આ બેઠક પછી, પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું – “નોબેલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જી સાથે મારી એક શાનદાર મુલાકાત હતી. માનવ સશક્તિકરણ પ્રત્યેનો તેમનો જુસ્સો સ્પષ્ટ દેખાઈ આવે છે. અમે વિવિધ વિષયો પર એક સ્વસ્થ […]

Top Stories India
nobel laureate abhijit banerjee during a 922941 PM ને મળ્યા બાદ નોબલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જીએ મીડિયાને કહ્યુ- તમે શું કરી રહ્યા છો તેમને ખબર છે

નોબલ પુરસ્કાર વિજેતા અભિજિત બેનર્જીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદની સાથે મુલાકાત કરી. બંને વચ્ચે ઘણા વિષયો પર ચર્ચા થઈ હતી. આ બેઠક પછી, પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું – “નોબેલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જી સાથે મારી એક શાનદાર મુલાકાત હતી. માનવ સશક્તિકરણ પ્રત્યેનો તેમનો જુસ્સો સ્પષ્ટ દેખાઈ આવે છે. અમે વિવિધ વિષયો પર એક સ્વસ્થ અને વ્યાપક વાતચીત કરી. ભારતને તેમની સિદ્ધિઓ પર ગર્વ છે. તેમના ભાવિ પ્રયાસો માટે તેમને શુભેચ્છાઓ.”

મંગળવારે નોબેલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જીએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ અભિજીત બેનર્જીએ મીડિયા સાથે વાત પણ કરી હતી. આ દરમિયાન તેમણે એક સવાલનાં જવાબમાં કહ્યું કે હું આજે કોઈ વિવાદિત નિવેદન નહીં આપીશ કારણ કે પીએમ મોદીએ આ માટે મને સાવધાન કર્યો છે. અભિજીત બેનર્જીએ આગળ કહ્યું કે પીએમ મોદીએ બેઠક દરમિયાન મજાકમાં કહ્યું કે આ મીડિયા તમારા દ્વારા કહેવામાં આવેલ એન્ટી મોદી નિવેદનો માટે તમને ઘણુ બતાવે છે.

અભિજિત બેનર્જીએ મીડિયા કર્મચારીઓને કહ્યું કે હું તમને તે કહેવા માંગુ છું કે તે ટીવી જુએ છે અને તે તમને પણ જોઈ રહ્યા છે. તે જાણે છે કે તમે લોકો શું કરવા માગો છો. આપને જણાવી દઈએ કે નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીએ થોડા દિવસો પહેલા ભારતનાં અર્થતંત્રની સ્થિતિ વિશે કેટલાક નિવેદનો આપ્યા હતા. તેમણે ઇશારામાં મોદી સરકારની આલોચના પણ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.