Not Set/ PM મોદીએ આ 6 વર્ષનાં કાર્યકાળ દરમિયાન ઘણી ઐતિહાસિક ભૂલો સુધારી છે : અમિત શાહ

ગૃહમંત્રી અમિત શાહે શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મોદી સરકારનાં બીજા કાર્યકાળનાં પ્રથમ વર્ષને પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. આજે સવારે પોતાના ટ્વિટમાં ગૃહમંત્રી અમિત શાહે લખ્યું કે, ‘ઐતિહાસિક સિદ્ધિઓથી ભરેલા મોદી 2.0 નાં એક વર્ષનાં સફળ કાર્યકાળ પર હું લોકપ્રિય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હૃદયપૂર્વક અભિનંદન પાઠવુ છું. મને પૂર્ણ વિશ્વાસ છે કે […]

India
3a2364a0a097f1ede8c4a62058bf569a 1 PM મોદીએ આ 6 વર્ષનાં કાર્યકાળ દરમિયાન ઘણી ઐતિહાસિક ભૂલો સુધારી છે : અમિત શાહ

ગૃહમંત્રી અમિત શાહે શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મોદી સરકારનાં બીજા કાર્યકાળનાં પ્રથમ વર્ષને પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. આજે સવારે પોતાના ટ્વિટમાં ગૃહમંત્રી અમિત શાહે લખ્યું કે, ‘ઐતિહાસિક સિદ્ધિઓથી ભરેલા મોદી 2.0 નાં એક વર્ષનાં સફળ કાર્યકાળ પર હું લોકપ્રિય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હૃદયપૂર્વક અભિનંદન પાઠવુ છું. મને પૂર્ણ વિશ્વાસ છે કે તમારા દૂરદર્શી અને નિર્ણાયક નેતૃત્વ હેઠળ, ભારત આ રીતે જ પ્રગતિશીલ રહેશે.

શાહે વધુમાં જણાવ્યું હતું કે, ‘મોદીજીએ આ 6 વર્ષનાં કાર્યકાળ દરમિયાન ન માત્ર ઘણી ઐતિહાસિક ભૂલો સુધારી છે, પરંતુ 6 દાયકાનાં અંતરને વટાવીને વિકાસનાં માર્ગ પર આત્મનિર્ભર ભારતનો પાયો પણ મૂક્યો છે. 6 વર્ષનો આ કાર્યકાળ ગરીબ કલ્યાણ અને સુધારાનાં સમાંતર સંકલનનું અભૂતપૂર્વ ઉદાહરણ છે. તેમણે કહ્યું કે, પ્રામાણિક નેતૃત્વ અને અવિરત મહેનતનું પ્રતિબિંબ, વડા પ્રધાન મોદી પર ભારતની જનતાનો જે અવિરત વિશ્વાસ છે, તે વિશ્વમાં ભાગ્યે જ જોવા મળે છે. મોદી સરકારને પસંદ કરીને આ સિદ્ધિઓનાં સહભાગી બનેલી ભારતની જનતાને હુ સલામ કરું છું.

શાહે આ પ્રસંગે ભાજપનાં કરોડો કાર્યકરોનો આભાર પણ માન્યો હતો. શાહે કહ્યું, ‘આજે આ ઐતિહાસિક પ્રસંગે હું છેલ્લા 6 વર્ષથી મોદી સરકારનો સંદેશવાહક બન્યો અને સરકારની સિદ્ધિઓ અને જનકલ્યાણ યોજનાઓ પ્રત્યેની અથાગ મહેનત અને સંગઠન સમર્પણ માટે ભાજપનાં કરોડો કાર્યકર્તાઓ પ્રત્યે હાર્દિક આભાર વ્યક્ત કરું છું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.