Not Set/ PM મોદીએ દેશવાસીઓને બૈસાખીની પાઠવી શુંભકામનાઓ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બૈસાખીનાં તહેવાર માટે દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું, ‘બૈસાખીનાં શુભ પ્રસંગે દેશવાસીઓને અનેક શુભકામનાઓ. નવી ઉમંગોથી જોડાયેલ આ તહેવાર દરેકનાં જીવનમાં નવી ઉર્જા અને નવો ઉત્સાહનો સંચાર કરે. આપને જણાવીએ કે, આ ખેડૂતો અને પાકથી જોડાયેલો તહેવાર છે. પંજાબી સમુદાયમાં તેને કૃષિનાં નવા વર્ષનું પ્રતીક પણ […]

India

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બૈસાખીનાં તહેવાર માટે દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું, ‘બૈસાખીનાં શુભ પ્રસંગે દેશવાસીઓને અનેક શુભકામનાઓ. નવી ઉમંગોથી જોડાયેલ આ તહેવાર દરેકનાં જીવનમાં નવી ઉર્જા અને નવો ઉત્સાહનો સંચાર કરે. આપને જણાવીએ કે, આ ખેડૂતો અને પાકથી જોડાયેલો તહેવાર છે. પંજાબી સમુદાયમાં તેને કૃષિનાં નવા વર્ષનું પ્રતીક પણ માનવામાં આવે છે.

આ સાથે જલિયાંવાલા બાગને લઈને વડા પ્રધાને વધુ એક ટ્વીટ કર્યું હતું. જેમા વડા પ્રધાને કહ્યું, ‘હુ તે શહીદોને નમન કરુ છુ, જે આ દિવસે જલિયાંવાલા બાગમાં નિર્દયતાથી માર્યા ગયા હતા. અમે તેમના હિંમત અને બલિદાનને ક્યારેય નહીં ભૂલીએ. તેમની બહાદુરી હંમેશાં ભારતીયોને પ્રેરણા આપશે. આપને જણાવી દઇએ કે, 13 મી એપ્રિલની સાથે ઇતિહાસની કાળી ઘટના પણ જોડાયેલી છે. 1919 નું જલિયાંવાલા બાગ હત્યાકાંડ પણ આ દિવસ સાથે સંકળાયેલું છે. જેણે સમગ્ર ભારતને હચમચાવી નાખ્યું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.