Not Set/ PM મોદીની અધ્યક્ષતામાં આજે યોજાશે કેબિનટની બેઠક, ઐતિહાસિક નિર્ણયોની આશા

પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય કેબિનેટની બેઠક દિલ્હીમાં બોલાવવામાં આવી છે. કેન્દ્ર સરકારે સત્તા સંભાળ્યા પછી બીજા વર્ષમાં કેન્દ્રીય મંત્રીમંડળની આ પહેલી બેઠક હશે. આ સાથે જ આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ પણ પીએમ મોદીનાં નિવાસ સ્થાને બેઠક કરશે. આપને જણાવી દઈએ કે કોરોના રોગચાળાથી ગ્રસ્ત દેશમાં લોકડાઉન 5 લાગુ કરવામાં આવ્યું છે. શક્ય છે કે […]

India
32649a99075bd90fe7a49a479ede1729 2 PM મોદીની અધ્યક્ષતામાં આજે યોજાશે કેબિનટની બેઠક, ઐતિહાસિક નિર્ણયોની આશા

પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય કેબિનેટની બેઠક દિલ્હીમાં બોલાવવામાં આવી છે. કેન્દ્ર સરકારે સત્તા સંભાળ્યા પછી બીજા વર્ષમાં કેન્દ્રીય મંત્રીમંડળની આ પહેલી બેઠક હશે. આ સાથે જ આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ પણ પીએમ મોદીનાં નિવાસ સ્થાને બેઠક કરશે. આપને જણાવી દઈએ કે કોરોના રોગચાળાથી ગ્રસ્ત દેશમાં લોકડાઉન 5 લાગુ કરવામાં આવ્યું છે. શક્ય છે કે મીટિંગમાં આ અંગે ચર્ચા થઈ શકે.

આપને જણાવી દઇએ કે દેશમાં કોરોના વાયરસનાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં, કોરોના વાયરસનાં 8,392 નવા કેસ નોંધાયા છે. આ સિવાય એક જ દિવસમાં 230 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. આરોગ્ય મંત્રાલય દ્વારા સોમવારે સવારે જારી કરાયેલા આંકડા મુજબ, ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા 1,90,535 પર પહોંચી ગઈ છે. કુલ મૃત્યુ 5,394 થયા છે. વળી અત્યાર સુધીમાં 91,819 લોકોને રજા આપવામાં આવી છે.
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.