Not Set/ PM મોદીનો ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ કાર્યક્રમ શરૂ, જાણો કોણે-કોણે લીધો ભાગ

  દેશમાં લોકોને ફીટનેસને લઇને સતત PM મોદી દ્વારા કહેવામાં આવી રહ્યુ છે. જેના માટે તેમણે ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ પણ ચલાવી છે. આ પ્રથમ વર્ષગાંઠ પર પીએમ મોદી આજે એવા લોકો સાથે વાત કરી રહ્યા છે જેઓ દેશને ફીટ રહેવા જાગૃત કરે છે. તેમાં ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરોટ કોહલીનું નામ પણ શામેલ છે. આ […]

Uncategorized
b856f905ba4b26c4be11354bf8c56106 1 PM મોદીનો ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ કાર્યક્રમ શરૂ, જાણો કોણે-કોણે લીધો ભાગ
 

દેશમાં લોકોને ફીટનેસને લઇને સતત PM મોદી દ્વારા કહેવામાં આવી રહ્યુ છે. જેના માટે તેમણે ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ પણ ચલાવી છે. આ પ્રથમ વર્ષગાંઠ પર પીએમ મોદી આજે એવા લોકો સાથે વાત કરી રહ્યા છે જેઓ દેશને ફીટ રહેવા જાગૃત કરે છે. તેમાં ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરોટ કોહલીનું નામ પણ શામેલ છે. આ કાર્યક્રમ કોરોના રોગચાળાને પગલે સંપૂર્ણ રીતે વર્ચુઅલ આયોજીત કરવામાં આવ્યો છે.

વિરાટ કોહલીએ પણ કાર્યક્રમ માટેનાં આમંત્રણ અંગે ખુશી વ્યક્ત કરી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે અમારા માનનીય વડા પ્રધાનનાં ફિટ ઇન્ડિયા સંવાદનો ભાગ બનવાનું મને ગૌરવ છે, જ્યાં તમે મને ફિટનેસ વિશે વાત કરતા જોઈ શકો છો. જણાવી દઇએ કે, વડા પ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા ફિટ ઇન્ડિયા સંવાદમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વડા પ્રધાન ફિટનેસ ઇન્ફ્લુએન્સર્સ સાથે વાતચીત કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી ઉપરાંત મોડેલ, અભિનેતા અને દોડવીર મિલિંદ સોમન, ન્યુટ્રિશનિસ્ટ રૂજુતા દિવેકર પણ હાજર રહ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફીટ ઈન્ડિયા ચળવળની પહેલી વર્ષગાંઠ પર ફિટ ઇન્ડિયા એજ અપ્રોપિએટ ફિટનેસ પ્રોટોકોલલોન્ચ કર્યું. કાર્યક્રમ દરમિયાન મિલિંદ સોમન સાથે વાત કરતા, પીએમ મોદીએ મજાકમાં પૂછ્યું, ‘શું તમારી ઉંમર ઇન્ટરનેટ પર કહેવામાં આવે છે, તે જ છે કે છી અલગ છે?’ તેના જવાબમાં, સોમને પાછલી પેઢીનાં અનુભવો શેર કર્યા. વળી જમ્મુ-કાશ્મીરથી આવેલી મહિલા ફૂટબોલર અફશાં આશિકે પીએમ મોદી સાથેની વાતચીતમાં કહ્યું કે, ખીણની તાજી હવામાં પ્રેક્ટિસ કરવામાં મદદ મળે છે‘. તેમણે કહ્યું કે અહીંનાં બાળકો ટ્રેકિંગમાં ખૂબ રસ લે છે તેથી ફિટનેસ સારી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.