Not Set/ Xiaomi રેડમી નોટ 4 ભારતમાં થયો લોંચ, શું છે ફિચર્સ અને કિમંત, જાણો

નવી દિલ્હીઃ આ ફોન 2 GB રેમમાં 32 GB ઇન્ટરનલ સ્ટોરેજ, 3GB રેમમાં 32 GB ઇન્ટર સ્ટોરેજ અને 4GB રેમમાં 64 GB ઇન્ટર સ્ટોરેજ વાળા ત્રણ વેરાઇટીમાં ફોન લોંચ કરવામાં આવ્યો છે. જેની કિમત ક્રમશઃ 9,999,10,999 અને 12,999 રૂપિયા રાખવામાં આવી છે. શ્યાઓમીએ ભારતમાં મોસ્ટ અવેટેડ સ્માર્ટ ફોન રેડમી નોટ 4 લોંચ કર્યો છે. ફોન […]

Uncategorized
7 xiaomi redmi note 4 Xiaomi રેડમી નોટ 4 ભારતમાં થયો લોંચ, શું છે ફિચર્સ અને કિમંત, જાણો

નવી દિલ્હીઃ આ ફોન 2 GB રેમમાં 32 GB ઇન્ટરનલ સ્ટોરેજ, 3GB રેમમાં 32 GB ઇન્ટર સ્ટોરેજ અને 4GB રેમમાં 64 GB ઇન્ટર સ્ટોરેજ વાળા ત્રણ વેરાઇટીમાં ફોન લોંચ કરવામાં આવ્યો છે. જેની કિમત ક્રમશઃ 9,999,10,999 અને 12,999 રૂપિયા રાખવામાં આવી છે.

શ્યાઓમીએ ભારતમાં મોસ્ટ અવેટેડ સ્માર્ટ ફોન રેડમી નોટ 4 લોંચ કર્યો છે. ફોન અલગ અલગ રેમ અને અલગ અલગ કિમંતમાં ઉપલબ્ધ છે. રેડમી નોટ 4ને ચીનમાં ગયા વર્ષે ઓગસ્ટમાં લોંચ કરવામાં આવ્યો હતો.

આ ફોન 2 GB રેમમાં 32 GB ઇન્ટરનલ સ્ટોરેજ, 3GB રેમમાં 32 GB ઇન્ટર સ્ટોરેજ અને 4GB રેમમાં 64 GB ઇન્ટર સ્ટોરેજ વાળા ત્રણ વેરાઇટીમાં ફોન લોંચ કરવામાં આવ્યો છે. જેની કિમત ક્રમશઃ 9,999,10,999 અને 12,999 રૂપિયા રાખવામાં આવી છે.

ફોનનું વેચાણ 23 જાન્યુઆરીથી ઇ કોમર્સ ફ્લિપકાર્ટ અને એમેઝોન પર બપોરના 12 વાગ્યાથી થશે. જે સ્ટોક પૂરો થવા પર ચાલશે. મેટલ બોડી વાળઆ Redmi Note4 માં 5.5 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે છે. તેમજ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે. ફોનમાં 625 સ્નેપડ્રેગન પ્રોસેસરનો ઉપોયગ કરવામાં આવ્યો છે. ડુઇલ સિમ વાળઆ નોટ 4 8 બેસ્ટ એન્ડ્રોઇડ 6. માર્શમેલો પર કામ કરશે.

ફોનની Redmi Note4 જાડાઇ 8.4mm છે જ્યારે Note3 ની 8.54 mm હતી. Note 4 માં સારુ સાઉન્ડ ક્વાલીટી માટે સ્પીકરને બૉટમમાં પ્લેસ કરવામાં આવ્યો છે. આને બ્લૈક,ગોલ્ડ અને ડાર્ક ગ્રે કલર વેરાઇટીમાં રજૂ કરવામાં આવ્યો છે. ફોનની બેટરી 4100  mAh છે. વધુ સમય સુધી ચાલે તે માટે નવી ટેક્નોલોજી સાથે ડેવલપ કરવામાં આવી છે.

ફોનમાં કેમરો રિયરમાં CMOS સેન્સર વાળો 13 મેગાપિક્સલ અને ફ્રન્ટમાં 5 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. રિયર કેમરા f/2.0 અપર્ચર, 77 ડિગ્રી વાઇસ એંગલ લેન્સ અને ડુઅલ ટોન LED ફ્લેશ સાથે આવશે. તેમજ ફ્રન્ટ કેમેરો 85 ડિગ્રી વાઇડ એંગલ લેન્સ સાથે આવશે.

ક્નેક્ટિવિટી માટે આમાં 4G VoLTE,wi-fi Bliuetooth, gps,Micro-USB આપવામાં આવ્યો છે. ફોન તમામ ડિવાઇસ સાથે કનેક્ટ થઇ શકે તેવા રિમોટ સેન્સરના ફિચરથી લેસ છે.