વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાંઘાઈ સમિટમાં ભાગ લેવા ઉઝબેકિસ્તાન પહોંચી ગયા છે. એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદી આવતીકાલે સમરકંદમાં આજથી શરૂ થનારી બે દિવસીય SCO સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળશે. પીએમ મોદી આજે સાંજે સમરકંદ જવા રવાના થયા હતા. રવાના થતા પહેલા પીએમ મોદીએ પોતાનો સંપૂર્ણ પ્લાન શેર કર્યો હતો.
PM મોદી SCOની અંદર બહુપરિમાણીય સહયોગને ગાઢ બનાવવા પર પણ વિચારોનું આદાન-પ્રદાન કરશે. PM મોદીના પ્રસ્થાન પહેલા વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ કહ્યું કે SCO સમ્મેલનમાં PM મોદી અલગ-અલગ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી શકે છે.
પ્રધાનમંત્રી મોદી ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શાવકત મિર્જિયોયેવના નિમંત્રણ પર એસસીઓની બેઠકમાં ભાગ લેવા માટે સમરકંદ જઈ રહ્યા છે. SCOની બેઠકમાં તેઓ સ્થાનિક, પ્રાદેશિક તેમજ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર, એસસીઓના વિસ્તાર અને સંગઠનમાં બહુઆયામી સહિત તમામ મુદ્દાઓ પર ચર્ચા કરશે.’ તેમણે આગળ કહ્યું કે બેઠક દરમિયાન ટ્રેડ, ઈકૉનોમી, કલ્ચર અને ટૂરિઝ્મના મુદ્દાઓ પર પણ વાત થશે.
Leaving for Samarkand, Uzbekistan to attend the SCO Summit, which will witness exchange of views on a wide range of regional and global issues. https://t.co/pmA3n8JsKQ
— Narendra Modi (@narendramodi) September 15, 2022
પહેલા અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે ત્યાં પહોંચીને પીએમ મોદી જિનપિંગ સાથે મુલાકાત કરી શકે છે. પણ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે જિનપિંગ સાથે પીએમ મોદીની બેઠક નહીં થાય. સાથે જ પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુલાકાત પાક્કી માનવામાં આવી રહી છે. જો કે હાલ એ વાતનો ખુલાસો નથી થયો કે પીએમ મોદી ક્યા દેશોના નેતાઓ સાથે બેઠક કરશે.
