Not Set/ પેલેસ્ટાઇન બાદ પીએમ મોદી પહોંચ્યા અબુધાબી, પ્રથમ હિંદુ મંદિરની મુકશે આધારશીલા

અબુધાબી, પશ્ચિમ અશિયાઈ દેશોની ચાર દિવસીય વિદેશ યાત્રા પર ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પેલેસ્ટાઇનના રામલ્લાહ પહુંચ્યા છે. દુનિયાભરમાં એક સંવેદનશીલ માનવામાં આવી રહેલા આ દેશની યાત્રા કરનારા મોદી પહેલા પ્રધાનમંત્રી છે. ત્યારબાદ તેઓ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ની મુલાકાતે પહોંચ્યા છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી ઓપેરા હાઉસમાં ભારતીય મૂળના લોકોને સંબોધિત કરશે સાથે સાથે […]

India
DVr5R1TWAAA1LJl પેલેસ્ટાઇન બાદ પીએમ મોદી પહોંચ્યા અબુધાબી, પ્રથમ હિંદુ મંદિરની મુકશે આધારશીલા

અબુધાબી,

પશ્ચિમ અશિયાઈ દેશોની ચાર દિવસીય વિદેશ યાત્રા પર ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પેલેસ્ટાઇનના રામલ્લાહ પહુંચ્યા છે. દુનિયાભરમાં એક સંવેદનશીલ માનવામાં આવી રહેલા આ દેશની યાત્રા કરનારા મોદી પહેલા પ્રધાનમંત્રી છે. ત્યારબાદ તેઓ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ની મુલાકાતે પહોંચ્યા છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી ઓપેરા હાઉસમાં ભારતીય મૂળના લોકોને સંબોધિત કરશે સાથે સાથે ત્યાંથી જ વિડીયો કોન્ફરન્સ દ્વારા અબુધાબીમાં બનેલા પ્રથમ હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કરશે.

https://twitter.com/Narendramodi_PM/status/962355678953295874

શનિવાર રાત્રે અબુધાબી પહોંચ્યા બાદ પીએમ મોદીએ ત્યાના યુવરાજ મોહમ્મદ બિન જાયદ-અલ નાહ્યાન સાથે વાતચીત કરી હતી. રવિવારે દુબઈમાં તેઓ વર્લ્ડ ગવર્મેન્ટ સમિટમાં વિકાસ માટે ટેકનોલોજીના વિષય પર ભાષણ આપશે. આ વર્ષે, આ પરિષદમાં ભારત એક ખાસ મહેમાન છે. આ ઉપરાંત આ સમિટમાં ૧૪૦થી વધુ દેશો ભાગ લઈ રહ્યા છે.

ઉલ્લેખનિય છે કે, પીએમ મોદીની યુએઈની બે દિવસીય યાત્રા ખૂબ મહત્વની ગણવામાં આવી રહી છે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ૧૪ મહત્વના કરારો પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. આ પહેલા શનિવારે રાત્રે મંદિર સમિતિના સભ્યોએ સ્વામિનારાયણ મંદિરને લગતું સાહિત્ય પ્રધાનમંત્રી મોદીને પ્રસ્તુત કર્યું હતું.