Not Set/ પોપ ફ્રાન્સિસ સાથે વેટિકનમાં ઉષ્માભેર મુલાકાત કરતા વડાપ્રધાન મોદી, ભારત આવવા આપ્યું આમંત્રણ

આ દરમિયાન વડાપ્રધાન મોદીએ પોપને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. છેલ્લે પોપ જોન પોલ દ્વિતીય 1999માં ભારતની મુલાકાતે આવ્યા હતા. તે સમયે અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા.

Top Stories World
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પોપ ફ્રાન્સિસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પોપ ફ્રાન્સિસ વચ્ચે વેટિકન સિટી ખાતે ઉષ્માભેર મુલાકાત થઇ હતી. આ મુલાકાત માત્ર 20 મિનીટની હતી પરંતુ એક કલાક સુધી ચાલી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પોપે ધરતીને વધુ રીતે સારી બનાવવાના ઉદ્દેશ્યથી જળવાયું પરિવર્તન સામે લડવા અને ગરીબીને દૂર કરવા જેવા ઘણા મુદ્દાઓ પર વાતચીત થઇ હતી. મુલાકાત દરમિયાન તેમની સાથે અજિત ડોભાલ અને વિદેશમંત્રી એસ. જયશંકર પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દિવસીય ઇટલી અને બ્રિટનના પ્રવાસે છે ત્યારે શુક્રવારે રોમ ખાતે પહોંચ્યા હતા.

વડાપ્રધાન મોદીએ તેમની મુલાકાત વિશે એક ટ્વીટ કર્યું છે, જેમાં તેમણે લખ્યું છે કે, “પોપ ફ્રાન્સિસ સાથે ઉષ્માભરી મુલાકાત થઈ. મને તેમની સાથે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક મળી અને મેં તેમને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું છે.”

આ દરમિયાન વડાપ્રધાન મોદીએ પોપને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. છેલ્લે પોપ જોન પોલ દ્વિતીય 1999માં ભારતની મુલાકાતે આવ્યા હતા. તે સમયે અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા. હવે વડાપ્રધાન મોદીના કાર્યકાળમાં પોપને ભારત આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ પહેલા વડાપ્રધાન મોદી વેટિકન પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. લિયોનાર્ડો સેપિયાન્ઝાએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું અને યજમાની કરી હતી તથા વેટિકનના  અન્ય લોકો સાથે તેમનો પરિચય કરાવ્યો હતો.

વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ જણાવ્યું હતું કે પીએમ મોદી 29 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી રોમ અને ગ્લાસગોની મુલાકાતે જશે. PM મોદી 29 થી 31 ઓક્ટોબર દરમિયાન G-20 જૂથના દેશોના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે રોમ (ઇટલી)માં હશે, ત્યારબાદ 26મી કોન્ફરન્સ ઑફ પાર્ટીઝ (COP-26)માં વૈશ્વિક નેતાઓ સાથેની સમિટમાં ભાગ લેવા માટે બ્રિટનના ગ્લાસગો ખાતે જશે