Not Set/ PM મોદીએ કુશીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટનું કર્યું ઉદ્વઘાટન

વડાપ્રધાન માેદીએ કહ્યું કે  કુશીનગર બુદ્ધના જ્ઞાનથી લઈને મહાપરિનિર્વાણ સુધીની સમગ્ર યાત્રાનો સાક્ષી રહ્યો છે. આ વિસ્તાર આજે વિશ્વ સાથે સીધો જોડાઈ ગયો છે

Top Stories
pm modi PM મોદીએ કુશીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટનું કર્યું ઉદ્વઘાટન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર 20મી ઓક્ટોબરે ઉત્તરપ્રદેશના કુશીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટને રાષ્ટ્રને સમર્પિત કર્યું. 260 કરોડના ખર્ચે 589 એકરમાં બનેલા આ એરપોર્ટના ઉદ્ઘાટન સાથે ઉત્તર પ્રદેશ સૌથી વધુ એરપોર્ટ ધરાવતું રાજ્ય બની ગયું છે.આ ઉપરાંત વિવિધ 12 પ્રોજેકટના પણ શિલાયન્સ કર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુશીનગર એરપોર્ટનું લોકાર્પણ કરતા કહ્યુ કે, ભગવાન બુદ્ધ સાથે જોડાયેલા સ્થાનોને વધુ સારી રીતે જોડવા માટે કામ કરવામાં આવી રહ્યું છે, ભારત દ્વારા આજે ભક્તો માટે સુવિધાઓના નિર્માણ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કુશીનગરનો વિકાસ યુપી સરકાર અને કેન્દ્ર સરકારની પ્રાથમિકતાઓમાં છે. તેમણે કહ્યું કે મારા માટે બેવડી ખુશી છે, પૂર્વાંચલના પ્રતિનિધિ તરીકે મેં જનતાને આપેલું વચન પરિપૂર્ણ કર્યું છે.

વડાપ્રધાન માેદીએ કહ્યું કે  કુશીનગર બુદ્ધના જ્ઞાનથી લઈને મહાપરિનિર્વાણ સુધીની સમગ્ર યાત્રાનો સાક્ષી રહ્યો છે. આ વિસ્તાર આજે વિશ્વ સાથે સીધો જોડાઈ ગયો છે.પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં હવે સંપૂર્ણપણે રસીકરણ થયુ છે. આના કારણે પણ ભારત વિશ્વભરના પ્રવાસીઓને ખાતરી આપે છે કે, ભગવાન બુદ્ધથી લઈને મહાપરિનિર્વાણ સુધીની આખી યાત્રાનો સાક્ષી રહેલો આ વિસ્તાર હવે સમગ્ર વિશ્વ સાથે જોડાઈ ગયો છે. શ્રીલંકન એરલાઇન્સના વિમાનનું લેન્ડિંગ આ પવિત્ર ભૂમિને શ્રદ્ધાંજલિ આપવા જેવું પવિત્ર છે