YouGov એ ‘World’s Most Admired Men 2021’ ની યાદી બહાર પાડી છે અને ટોપ 20માં 5 ભારતીયોને સારી જગ્યા મેળવી છે. આ સર્વે અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન, ભારતનાં ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી અને પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર વિશ્વનાં સૌથી વધુ પ્રશંસનીય પુરુષોમાં સામેલ છે. બીજી તરફ, જ્યારે મહિલાઓની વાત આવે છે, તો તેમા અભિનેત્રી પ્રિયંકા ચોપરા, ઐશ્વર્યા રાય બચ્ચન અને ઇન્ફોસિસ ફાઉન્ડેશનનાં ચેરપર્સન સુધા મૂર્તિ 2021 માટે વિશ્વની સૌથી વધુ પ્રશંસનીય મહિલાઓની યાદીમાં છે.

આ પણ વાંચો – દુઃખદ અવસાન / ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું નિધન, CDS બિપિન રાવત સાથે હેલિકોપ્ટર દુર્ઘટનામાં થયા હતા ઘાયલ
વિશ્વનાં સૌથી ચર્ચિત પ્રશંસકોની યાદીમાં પ્રથમ સ્થાન અમેરિકાનાં પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું છે. જો કે તે ગયા વર્ષે પણ નંબર વન પર હતા, ત્યારથી લઈને અત્યાર સુધી તેમની ખ્યાતિ અને પ્રશંસામાં કોઈ પણ પ્રકારની કમી આવી નથી. બિલ ગેટ્સ બીજા નંબરે છે, તે પણ બરાક ઓબામાની જેમ બીજા નંબરે છે. ગયા વર્ષે પણ તે નંબર 2 પર હતા. ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ ત્રીજા નંબર પર છે. આ બન્નેની જેમ ગયા વર્ષે પણ ચીનનાં રાષ્ટ્રપતિ ત્રીજા નંબરે હતા. વિશ્વનાં સૌથી વધુ પ્રશંસનીય લોકોની યાદીમાં ફૂટબોલ ખેલાડી રોનાલ્ડો ચોથા નંબર પર આવે છે. અને આ સિવાય ઈલોન મસ્કનું નામ છઠ્ઠા નંબર પર છે. આપને જણાવી દઈએ કે, આ એ જ એલોન મસ્ક છે, જેને હાલમાં જ ટાઈમ મેગેઝીન દ્વારા પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. એલોન મસ્કે મનુષ્ય અને આ દુનિયાનાં અન્ય જીવોને મંગળ પર શહેર બનાવવાની વાત પણ કરી છે અને આ તેમનો ડ્રીમ પ્રોજેક્ટ પણ છે. એલોન મસ્ક ટેસ્લા કંપનીનાં માલિક છે. આ સિવાય પાકિસ્તાનનાં વડાપ્રધાન ઈમરાન ખાન, વ્લાદિમીર પુતિન, જેક મા, વોરેન બફેટ અને અમેરિકાનાં નવા રાષ્ટ્રપતિ જો બિડેનનું નામ પણ આ યાદીમાં સામેલ છે.

આ પણ વાંચો – Cricket / અનુરાગ ઠાકુરે કોહલીને આડકતરી રીતે આપી ચેતવણી, કહ્યુ- રમતથી મોટું કોઇ નથી
વર્ષ 2021માં વિશ્વભરમાં સૌથી વધુ પ્રશંસનીય અને ચર્ચામાં રહેલી મહિલાઓમાં પ્રથમ નામ અમેરિકાનાં પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાની પત્ની મિશેલ ઓબામાનું છે. ત્યારપછી ભારતીય મૂળનાં કમલા હેરિસ કે જેઓ હાલમાં અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ છે. મિશેલ ઓબામા, હોલિવૂડ અભિનેત્રી એન્જેલિના જોલી અને લંડનની રાણી એલિઝાબેથ દ્વિતીય પછી ટેલર સ્વિફ્ટ અને હિલેરી ક્લિન્ટન આ યાદીમાં સામેલ છે. આ ઉપરાંત, સુધા મૂર્તિ, મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની વહુ ઐશ્વર્યા રાય બચ્ચન, પર્યાવરણ સુરક્ષા ગર્લ ગ્રેટા થનબર્ગ અને ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી મેલાનિયા ટ્રમ્પ, એ તમામ મહિલાઓ છે જેમણે 2021 માં તેમના કામ માટે પ્રશંસા મેળવી હતી.
