વોકલ ફોર લોકલ/ PM મોદીએ ‘અનુપમા’નો વીડિયો શેર કર્યો; દેશવાસીઓના નામે ખાસ સંદેશ

વીડિયોના અંતમાં પીએમ મોદીનો અવાજ સંભળાય છે અને તેઓ કહે છે કે, સાથીઓ આપણા તહેવારની પ્રાથમિકતા વોકલ ફોર લોકલ હોવી જોઈએ

India
પીએમ મોદી 2 PM મોદીએ ‘અનુપમા’નો વીડિયો શેર કર્યો; દેશવાસીઓના નામે ખાસ સંદેશ

નવી દિલ્હી: સ્ટાર પ્લસની અનુપમા નામની સિરીયલ ખૂબ જ લોકપ્રિય છે. રૂપાલી ગાંગુલીની સિરીયલ મહિલાઓમાં ખુબ જ પોપ્યુલર બની ગઇ છે. ટીવી પર પ્રસારિત થયા બાદથી તેમનો શો અને અભિનેત્રી ફરી એક વખત ફેમસ થઈ ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ‘અનુપમા’ સ્ટાર રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું કે, દેશ ભરમાં વોકલ ફોર લોકલ કેમ્પેઈનને ખૂબ ગતિ મળી રહી છે.

વીડિયોમાં અનુપમા અને અનુજ વોકલ ફોર લોકલને લઈને વાત કરતા નજરે પડી રહ્યા છે અને તેને લોકોને સપોર્ટ કરવા માટે કહી રહ્યા છે. વીડિયોમાં તમને કેન્દ્ર સરકારના વોકલ ફોર લોકલ, મેક ઈન ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતની ઝલક જોવા મળશે. આ વીડિયોમાં અનુપમા સોશિયલ મીડિયા પર ઘરની લાઈટિંગથી લઈને દિવાળી પર પહેરેલા નવા કપડા અને જૂતા સુધીની પોસ્ટ શેર કરે છે.

વીડિયોના અંતમાં પીએમ મોદીનો અવાજ સંભળાય છે અને તેઓ કહે છે કે, સાથીઓ આપણા તહેવારની પ્રાથમિકતા વોકલ ફોર લોકલ હોવી જોઈએ. જેમાં આપણે કેમ્પેઈનને આગળ વધારી શકીએ. સાથે જ તેના દ્વારા સામાન્ય લોકો આવા ઉત્પાદો અથવા કારીગરો સાથે પોતાની સેલ્ફી NAMO એપ પર શેર કરી શકે છે.

આ વીડિયો પર યૂઝર્સના રિએક્શન આવી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતા એક મીડિયા યૂઝરે લખ્યું કે, ખૂબ જ સરસ પહેલ. એક યૂઝરે લખ્યું – આત્મનિર્ભર ભારત, જય ભારત. એક યૂઝરે લખ્યું કે, મોદી છે તો મુમકીન છે. આ વીડિયો પર ખૂબ લાઈક્સ પણ મળી રહ્યા છે.

Read More: ‘લગ્નની પહેલી રાતથી જ પુરુષ…’ નીતિશ કુમારની જીભ લપસી

Read More: ખેડૂતો ‘કંગાળ’, બ્રાહ્મણોની હાલત દયનીય, ચોંકાવનારો છે બિહારનો આર્થિક સર્વે રિપોર્ટ

Read More: ફટાકડા પર પ્રતિબંધ ફક્ત દિલ્હીમાં નહીં સમગ્ર દેશમા લગાવોઃ સુપ્રીમ કોર્ટ


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.

તમે અમને FacebookTwitter,  WhatsAppTelegramInstagramKooYouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.