નવી દિલ્હી/ Tokyo Paralympicsમાં મેડલ જીતનાર ખેલાડીઓ સાથે આજે PM મોદી વાતચીત કરશે

પીએમ મોદીએ પેરાલમ્પિક ગેમ્સનું સમાપન થયા બાદ  ટ્વિટર પર લખ્યું, ભારતીય રમતોના ઇતિહાસમાં ટોક્યો પેરાલમ્પિકની એક ખાસ જગ્યા રહેશે

India
Untitled 124 Tokyo Paralympicsમાં મેડલ જીતનાર ખેલાડીઓ સાથે આજે PM મોદી વાતચીત કરશે

પેરાલિમ્પિક  રમતો માટે ટોક્યો પહોંચેલા 54 પેરા ખેલાડીઓમાંથી 17 એ મેડલ જીત્યા છે.  ત્યારે વડાપ્રધાન મોદીએ ગોલ્ડ મેડલ જીતવા પર કૃષ્ણા નાગરને શુભેચ્છા આપતા કહ્યુ હતુ કે, તેમની આ ઉપલબ્ધીએ પ્રત્યેક ભારતીયના ચહેરા પર મુસ્કાન લાવી દીધી છે.ટોક્યો પેરાલિમ્પિકમાં મેડલ જીતનાર ખેલાડીઓ સાથે આજે PM મોદી સવારે 11 વાગ્યે સંવાદ કરશે.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ ગુરુવારે ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સ -2020 માં ભાગ લેનાર ભારતીય ટુકડીને મળ્યા હતા. આ દરમિયાન, ભારતીય ટીમે પીએમને એક સ્ટોલ પણ ભેટમાં આપી હતી જેના પર બધાએ સહી કરી. જે પીએમના ગળામાં પણ દેખાઈ હતી. પ્રધાનમંત્રીએ ભારતીય ખેલાડી ઓના સન્માન માટે આજે તેમને બ્રેકફાસ્ટ માટે બોલાવ્યા હતા.

આ પણ વાંચો :હું મુખ્યમંત્રી પદના દાવેદાર નથી, તમામ 182 માંથી 182 બેઠકો જીતીશું : સી.આર પાટીલ

પીએમ મોદીએ પેરાલમ્પિક ગેમ્સનું સમાપન થયા બાદ  ટ્વિટર પર લખ્યું, ભારતીય રમતોના ઇતિહાસમાં ટોક્યો પેરાલમ્પિકની એક ખાસ જગ્યા રહેશે. તે દરેક ભારતીયોની યાદ સાથે જોડાયેલ રહેશે અને ખેલાડીઓ પેઢીઓ સુધી રમતો સાથે જોડાઇ રહેવા માટે પ્રેરિત કરશે. આપણાં જૂથના ના દરક સભ્ય એક ચેમ્પિયન છે. અને પ્રેરણા સ્ત્રોત છે.

પ્રધાનમંત્રીએ આગળ લખ્યું હતુ, ભારત દ્વારા રેકોર્ડ સંખ્યામાં મેડલ જીતીને અમારા દિલને ખુશીથી ભરપૂર કરી દીધા છે. હું ખેલાડીઓને સતત મદદ માટે તેમના કોચ, સપોર્ટ સ્ટાર્ફ અને પરિવારની સારાહના કરવા ઇચ્છુ છું. અમે રમતમાં અને વધુ ભાગીદારી સુનિશ્વિત કરીને સફળતાઓ મેળવવાની આશાઓ રાખીએ છે.

આ પણ વાંચો :પાકિસ્તાની પ્રસિદ્ધ હાસ્ય કલાકાર ઓમર શરીફ ની હાલત નાજુક