મંજૂરી/ PM મોદીનું વિમાન પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાંથી પસાર , ઈમરાન સરકારે આપી મંજૂરી

ભારતે ફેબ્રુઆરી 2021 માં પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનની શ્રીલંકા મુલાકાત માટે તેમના હવાઈ ક્ષેત્રના ઉપયોગની મંજૂરી આપી હતી.

Top Stories
ોોોોોોોોોોો PM મોદીનું વિમાન પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાંથી પસાર , ઈમરાન સરકારે આપી મંજૂરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે અમેરિકા જવા રવાના થયા છે. આ મુલાકાત માટે પીએમ મોદીના વિમાને પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાને આ માટે મંજૂરી પણ આપી હતી. અગાઉ ભારતે ફેબ્રુઆરી 2021 માં પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનની શ્રીલંકા મુલાકાત માટે તેમના હવાઈ ક્ષેત્રના ઉપયોગની મંજૂરી આપી હતી. ભારતના આ પગલા બાદ ઇમરાન સરકારે પણ મંજૂરી આપી હતી.

ઉલ્લેખનીય છે કે  જ્યારે પાકિસ્તાને પીએમ મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદને લઈ જતી વીવીઆઈપી ફ્લાઇટ્સને તેના એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો.28 ઓક્ટોબર 2019 ના રોજ પાકિસ્તાને પીએમ મોદીની સાઉદી અરેબિયાની ફ્લાઇટ માટે તેના એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી આપી ન હતી.

અગાઉ 20 સપ્ટેમ્બર, 2019 ના રોજ પણ પાકિસ્તાને પીએમ મોદીના વિમાનને અમેરિકાની મુલાકાત લેવા માટે તેના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની મંજૂરી આપી ન હતી. એટલું જ નહીં, પાકિસ્તાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ફ્લાઇટને તેના એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો પણ ઇનકાર કર્યો હતો.ભારતે આ અંગે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (ICAO) માં ફરિયાદ નોંધાવી હતી. ઉડ્ડયન સંસ્થાએ ભારતને કહ્યું કે રાષ્ટ્રીય નેતાઓનું વહન કરતું વિમાન “રાજ્ય વિમાન” માનવામાં આવે છે અને તેની જોગવાઈઓને આધીન નથી.