PM Modi/ હેલ્થ વેબિનારમાં બોલ્યા PM મોદી, ભારતને સ્વસ્થ રાખવા માટે અમે 4 મોરચા પર એકસાથે કામ કરી રહ્યા છીએ, જાણો પૂરો પ્લાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરોગ્ય ક્ષેત્રને લઇને વેબિનારને સંબોધન કર્યું હતું. આ હેલ્થ વેબિનારમાં પીએમ નરેન્દ્ર મોદીએ ભારતના આરોગ્ય ક્ષેત્ર પર વાત કરી હતી અને દેશની ભાવિ યોજનાઓ જણાવી હતી. પીએમ મોદીએ કહ્યું, આ વર્ષના બજેટમાં આરોગ્ય ક્ષેત્રને ફાળવવામાં આવેલું બજેટ અભૂતપૂર્વ છે. તે દરેક નાગરિકને વધુ સારી રીતે આરોગ્યસંભાળ પૂરી પાડવા માટેની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતીક […]

India

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરોગ્ય ક્ષેત્રને લઇને વેબિનારને સંબોધન કર્યું હતું. આ હેલ્થ વેબિનારમાં પીએમ નરેન્દ્ર મોદીએ ભારતના આરોગ્ય ક્ષેત્ર પર વાત કરી હતી અને દેશની ભાવિ યોજનાઓ જણાવી હતી. પીએમ મોદીએ કહ્યું, આ વર્ષના બજેટમાં આરોગ્ય ક્ષેત્રને ફાળવવામાં આવેલું બજેટ અભૂતપૂર્વ છે. તે દરેક નાગરિકને વધુ સારી રીતે આરોગ્યસંભાળ પૂરી પાડવા માટેની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. પીએમ મોદીએ કહ્યું કે, ભારતને સ્વસ્થ રાખવા માટે અમે 4 મોરચે એક સાથે કામ કરી રહ્યા છીએ.

પીએમ મોદીએ કહ્યું કે, “પહેલો મોરચો રોગોને રોકવા અને જાગૃતિ ફેલાવવાનો છે.” બીજો મોરચો ગરીબોને સસ્તી અને અસરકારક સારવાર આપવાનો છે. આયુષ્માન ભારત યોજના અને પ્રધાનમંત્રી જન ઐષધિ કેન્દ્ર જેવી યોજનાઓ પણ કામ કરી રહી છે. ત્રીજો મોરચો આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રકચર જેવી સુવિધાઓ અને આરોગ્ય સંભાળની ગુણવત્તા વધારવાનો છે. ચોથો મોરચો સમસ્યાઓ દૂર કરવા માટે મિશન મોડ પર કામ કરવાનું છે.

દેશમાં કોરોનાના 10,584 નવા કેસ, અત્યાર સુધી 1 કરોડ 17 લાખ લોકોને આપી વેક્સીન, જાણો મોતનો આંકડો

પીએમ મોદીએ આરોગ્ય ક્ષેત્રના વેબિનરમાં શું કહ્યું?
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દેશમાંથી ટીબીને નાબૂદ કરવા અમે 2025 સુધીનું લક્ષ્ય રાખ્યું છે. ચેપગ્રસ્ત વ્યક્તિના ડ્રોપમાંથી પણ ટીબી ફેલાય છે. ટીબી રોગના નિવારણમાં વહેલી તકે તપાસ અને સારવાર પણ મહત્વપૂર્ણ છે. -પીએમ મોદીએ જણાવ્યું હતું કે, કોરોના દરમિયાન ભારતના આરોગ્ય વિભાગે જે અનુભવ અને શક્તિ દર્શાવી છે, તેને વિશ્વએ ખૂબ નજીકથી નોંધ્યું છે. આજે ભારતના આરોગ્ય ક્ષેત્રની પ્રતિષ્ઠા અને ભારતના આરોગ્ય ક્ષેત્રમાં વિશ્વાસ સમગ્ર વિશ્વમાં ઉચ્ચ અને નવા સ્તરે છે.

પીએમ મોદીએ કહ્યું કે કોરોના કાળમાં આયુષ સાથે જોડાયેલ નેટવર્કએ પણ સારી કામગીરી કરી છે. ભારતની દવાઓ અને રસીઓની સાથે, આપણાં મસાલા અને આપણા ઉકાળાનું પણ મોટુ યોગદાન છે, આ વિશ્વ આજે અનુભવી રહ્યું છે.