Not Set/ PM નરેન્દ્ર મોદીએ ડૉ.મનમોહન સિંહને સાજા થવાની શુભેચ્છા પાઠવી

મનમોહન સિંહની તબિયત અચાનક બગડ્યા બાદ બુધવારે સાંજે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Top Stories

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પૂર્વ પીએમ મનમોહન સિંહની ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. મનમોહન સિંહની તબિયત અચાનક બગડ્યા બાદ બુધવારે સાંજે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં કંજેકશન થયુ છે.

પીએમ મોદીએ ગુરુવારે ટ્વિટ કર્યું, ‘હું ડો. મનમોહન સિંહજીની જલ્દી સ્વસ્થતા અને સારા સ્વાસ્થ્યની કામના કરું છું.’ આ પહેલા આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ મનમોહન સિંહને મળવા એમ્સ પહોંચ્યા હતા.મનમોહન સિંહને શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં સતત ભાર હોવાની ફરિયાદ બાદ સાંજે 6:15 વાગ્યે એમ્સ દિલ્હીના કાર્ડિયો ન્યુરો ટાવરમાં દાખલ કરવામાં આવ્યા હતા.ભૂતપૂર્વ વડા પ્રધાનની સારવાર ન્યુરો ડોક્ટર અચલ શ્રીવાસ્તવ અને હાર્ટ ડોક્ટર નીતીશ નાયક કરી રહ્યા છે. હાલ તેમની તબિયત સ્થિર છે