Not Set/ PM મોદીની ગરૂડચટ્ટી ગુફામાં સાધના સંપન્ન, બાબા બદરીનાથનાં શરણે ઝુકાવશે શીશ

લગભગ 34 વર્ષ પૂર્વે જે સિધ્ધક્ષેત્રમાં PM મોદી દ્રારા યોગ- સાધના કરવામાં આવી હતી તે કેદારનાથ નજીક આવેલી ગરૂડચટ્ટી ગુફામાં PM દ્રારા કાલથી ફરી એકવાર 20 કલાકની ધ્યાન-સાધના શરૂ કરવામાં આવેેલી. સાધના પૂર્ણ કર્યા બાદ PM મોદી પોતાનાં આસ્થા સ્થળ ગરૂડચટ્ટી ગુફામાંથી બહાર આવી ગયા છે. ગરૂડચટ્ટીમાં સાધના સંપન્ન થતા PM અહીંથી બાબા બદરીનાથજીનાં દર્શનાર્થે […]

Top Stories India

લગભગ 34 વર્ષ પૂર્વે જે સિધ્ધક્ષેત્રમાં PM મોદી દ્રારા યોગ- સાધના કરવામાં આવી હતી તે કેદારનાથ નજીક આવેલી ગરૂડચટ્ટી ગુફામાં PM દ્રારા કાલથી ફરી એકવાર 20 કલાકની ધ્યાન-સાધના શરૂ કરવામાં આવેેલી. સાધના પૂર્ણ કર્યા બાદ PM મોદી પોતાનાં આસ્થા સ્થળ ગરૂડચટ્ટી ગુફામાંથી બહાર આવી ગયા છે.

ગરૂડચટ્ટીમાં સાધના સંપન્ન થતા PM અહીંથી બાબા બદરીનાથજીનાં દર્શનાર્થે બદરીનાથ મંદીર જશે. PM દ્રાર બાબા બદરીનાથની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવશે. આપને જણાવી દઇએ કે દેશમાં સુખ, શાંતી અને સમૃધ્ધમાં વધારો થાય અને પ્રજાની સુખાકારીમાં પ્રગતિ થાય તેવા ઉદ્દેશ્યથી PM દ્રારા સિધ્ધતક્ષેત્રમાં સમય વિતાવવામાં આવ્યો હતો.

 

સાધનાની સાથે સાથે PM દ્રારા આજે જ્યારે સાતમા અને અંતિમ તબક્કાનાં મતદાનનો દિવસ છે, ત્યારે પોતાનાં ટ્વીટર હેન્ડલર પરથી ટ્વીટ કરી મતદાતાને પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો.