international news/ PoKમાં ફરી ભડકી હિંસા: રાવલકોટમાં ગોળીબાર અને ડ્રોન હુમલાના આરોપ, 7નાં મોતનો દાવો

Pakistan News: પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)ના રાવલકોટમાં ગુરુવારે પ્રદર્શનકારીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ઓછામાં (PoK Rawalakot Firing) ઓછા 7 લોકોનાં મોત થયાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં 18 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. યુનાઇટેડ કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટી (UKPNP)એ આરોપ લગાવ્યો છે કે […]

Top Stories World Breaking News
PoK Rawalakot Firing: 7નાં મોતનો દાવો, 18 ઘાયલ

Pakistan News: પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)ના રાવલકોટમાં ગુરુવારે પ્રદર્શનકારીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ઓછામાં (PoK Rawalakot Firing) ઓછા 7 લોકોનાં મોત થયાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં 18 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. યુનાઇટેડ કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટી (UKPNP)એ આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાની સુરક્ષાદળોએ શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા લોકો પર ભારે મશીનગન અને ડ્રોનથી હુમલો કર્યો હતો. જોકે, આ મામલે પાકિસ્તાની અધિકારીઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

PoK Rawalakot Firing: ત્રણ સ્થળોએ પ્રદર્શનકારીઓ પર કાર્યવાહીનો આરોપ

UKPNPના જણાવ્યા અનુસાર, રાવલકોટમાં મટિયાલમેરા બસ ટર્મિનલ, ઉમર ફારૂક ચોક સહિત ત્રણ સ્થળોએ ચાલી રહેલા ધરણાં દરમિયાન સુરક્ષાદળોએ કાર્યવાહી કરી હતી. પાર્ટીનો આરોપ છે કે પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવા ઉપરાંત ડ્રોન, ભારે મશીનગન અને બખ્તરબંધ વાહનોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં અનેક લોકોનાં મોત અને ઘાયલ થયાનો દાવો કરવામાં આવ્યો છે.

7 જૂનથી શરૂ થયેલા આંદોલનમાં મૃત્યુઆંક 153 થયો હોવાનો દાવો

PoKમાં 7 જૂનથી સ્થાનિક લોકોના રાજકીય અધિકારો અને આર્થિક સમસ્યાઓને લઈને વિરોધ પ્રદર્શન શરૂ થયાં હતાં. સમય જતાં આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. UKPNPના જણાવ્યા મુજબ, ગુરુવારની ઘટનામાં 7 લોકોનાં મોત બાદ આંદોલન દરમિયાન જીવ ગુમાવનારા લોકોની કુલ સંખ્યા 153 થઈ ગઈ છે. જોકે, આ આંકડાની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી.

આંદોલન પાછળનાં ચાર મુખ્ય કારણો

PoKમાં ચાલી રહેલા વિરોધનાં મુખ્ય કારણોમાં વિધાનસભાની 12 આરક્ષિત બેઠકોનો વિવાદ સામેલ છે. PoK વિધાનસભામાં કુલ 53 બેઠકો છે, જેમાંથી 12 બેઠકો પાકિસ્તાનમાં રહેતા કાશ્મીર મૂળના લોકો માટે અનામત રાખવામાં આવી છે. પ્રદર્શનકારીઓનો આક્ષેપ છે કે આ બેઠકોના કારણે પાકિસ્તાન સરકારને PoKની રાજનીતિમાં દખલ કરવાની તક મળે છે અને સ્થાનિક લોકોને પૂરતું પ્રતિનિધિત્વ મળતું નથી. 7 જૂને PoKની સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આ વિવાદ વધુ વકર્યો હતો. અદાલતે કહ્યું હતું કે બંધારણીય ફેરફાર વિના આ બેઠકો રદ કરી શકાય નહીં.

બીજો મોટો મુદ્દો મંગલા ડેમમાંથી ઉત્પન્ન થતી વીજળીનો છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે મોટા પ્રમાણમાં વીજળીનું ઉત્પાદન થતું હોવા છતાં તેમને મોંઘા ભાવે વીજળી મળે છે. પ્રદર્શનકારીઓ સ્થાનિક લોકોને ઓછા ભાવે વીજળી આપવાની માગ કરી રહ્યા છે.

ત્રીજા મુદ્દામાં મોંઘવારી અને લોટની અછતનો સમાવેશ થાય છે. મોંઘા લોટ અને રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓના વધતા ભાવથી સામાન્ય પરિવારો પર આર્થિક બોજ વધી રહ્યો હોવાની ફરિયાદ છે. પ્રદર્શનકારીઓ વીજળીની સાથે લોટ પર પણ સબસિડી આપવાની માગ કરી રહ્યા છે.

ચોથા મુદ્દામાં પાકિસ્તાની સુરક્ષાદળોની તૈનાતી અને આંદોલનના નેતાઓ સામે નોંધાયેલા કેસોનો સમાવેશ થાય છે. પ્રદર્શનકારીઓ પાકિસ્તાની રેન્જર્સ અને સેનાને પરત બોલાવવાની તેમજ અવામી એક્શન કમિટીના નેતાઓ સામે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ નોંધાયેલા કેસો રદ કરવાની માગ કરી રહ્યા છે.


આ પણ વાંચો: અમેરિકાએ એક મહિનામાં પાકિસ્તાન જેટલું દેવું કરી નાખ્યું! કુલ સરકારી દેવું 40.6 ટ્રિલિયન ડોલરે પહોંચ્યું

આ પણ વાંચો: તુર્કી-પાકિસ્તાન પર ગંભીર આરોપો, ભારતના મુસ્લિમોને લઈને શું છે દાવો?

આ પણ વાંચો: 35 વર્ષ પાકિસ્તાની જેલમાં રહ્યા ભારતીય જાસૂસ કાશ્મીર સિંહ, મુશર્રફની માફી બાદ વતન પરત ફર્યા