Pakishtan/ કરાચીની હોટલનો દરવાજો તોડી પોલીસે નવાઝ શરીફના જમાઈ કેપ્ટન સફદરની કરી ધરપકડ

પાકિસ્તાનના રાજકારણમાં હાલનાં દિવસોમાં ખૂબ જ હલચલ મચી ગઈ છે. પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના પુત્રી એટલે કે પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન)ના નેતા મરિયમ નવાઝ શરીફના પતિ સફદર અવાનની ધરપકડ હોટલ રુમનો દરવાજો તોડીને કરાચીમાંથી કરવામાં આવી છે. તેઓ કરાચીની એક હોટલમાં રહેતા હતા. તેમણે તાજેતરમાં કરાચીમાં પાકિસ્તાનનાં તમામ વિરોધી પક્ષો દ્વારા વડા પ્રધાન ઇમરાન […]

Top Stories World
pak કરાચીની હોટલનો દરવાજો તોડી પોલીસે નવાઝ શરીફના જમાઈ કેપ્ટન સફદરની કરી ધરપકડ

પાકિસ્તાનના રાજકારણમાં હાલનાં દિવસોમાં ખૂબ જ હલચલ મચી ગઈ છે. પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના પુત્રી એટલે કે પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન)ના નેતા મરિયમ નવાઝ શરીફના પતિ સફદર અવાનની ધરપકડ હોટલ રુમનો દરવાજો તોડીને કરાચીમાંથી કરવામાં આવી છે. તેઓ કરાચીની એક હોટલમાં રહેતા હતા. તેમણે તાજેતરમાં કરાચીમાં પાકિસ્તાનનાં તમામ વિરોધી પક્ષો દ્વારા વડા પ્રધાન ઇમરાન ખાન સામે વિરોધ પ્રદર્શન કરવા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી.

આપને જણાવી દઇએ કે શુક્રવારે પાકિસ્તાન સરકારનાં વિરોધમાં દેશનાં તમામ વિપક્ષી નેતાઓ પીડીએમમાં જોડાણ  કરી મોટી રેલી કાઢી હતી. આ રેલીમાં હજારો વિપક્ષી નેતાઓ અને પક્ષના કાર્યકરો આ પક્ષમાં જોડાયા હતા. રેલીનાં  સમયગાળા દરમિયાન વિવિધ વિરોધ પક્ષોના કાર્યકરો અને નેતાઓએ પોત-પોતાના પક્ષનાં ઝંડા સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી સરકારના વિરોધ પ્રદર્શન કર્યું હતું.

પીએમએલ-એનનાં ઉપ-પ્રમુખ મરિયમ નવાઝે કહ્યું હતું કે, સરકાર વિરોધી અભિયાનનાં પહેલા પ્રદર્શનમાં લોકોની ભીડ જોવા મળી હતી. તેણે રેલીનો ફોટો અને વીડિયો શેર કરતાં લખ્યું કે લાહોરથી બહાર નીકળવામાં તેમને છ કલાકનો સમય લાગ્યો હતો. ફક્ત તેના સમર્થક લોકો જ બધે દેખાતા હતા, આ અભૂતપૂર્વ છે.

જ્યારે પીપીપી પ્રમુખ બિલાવલ ભુટ્ટો ઝરદારીનો કાફલો ગુજરણવાલા શહેરની હદમાં પ્રવેશ કર્યો ત્યારે સમર્થકો ઉત્સાહિત હતા. બિલાવલે વજીરાબાદમાં કહ્યું કે વિરોધી પક્ષો આ દમનકારી સરકારથી લોકોને મુકત કરવા સંયુક્ત રીતે કામ કરશે. ગુજરનવાલાના ઝીણા સ્ટેડિયમમાં વિવિધ શહેરોની રેલીઓ પહોંચી હતી.

મહત્વનું છે કે પીડીએમ જોડાણમાં પીએમએલ-એન, પીપીપી, જેયુઆઈ-એફ સહિતના 11 વિરોધી પક્ષો છે. આ સરકાર વિરોધી રેલી સેનાના અત્યાચાર, ભ્રષ્ટાચાર, આર્થિક મંદી અને વડા પ્રધાન ઇમરાન ખાનના રાજીનામાની માંગ સાથે કરવામાં આવી હતી.