Ahmedabad News: અમદાવાદમાં પંખા અને મોબાઇલની ચોરી કરનારા ઘરફોડ ચોરોને પોલીસે પકડી પાડ્યા છે. તેમની પાસેથી કુલ 79 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીનું નામ નરેન્દ્ર ઉર્ફે લાલો જેસંગભાઈ મકવાણા, મહેન્દ્રકુમાર વિક્રમભાઈ મકવાણા અને મહેશભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા છે.
અમદાવાદના પોલીસે જિલ્લામાં અત્યાર સુધી ન ઉકેલાયેલા ગુનાઓને ઉકેલવાનું અભિયાન શરૂ કર્યુ છે. તેમા પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથલિયા સાહેબ નાઓ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ વડા ઓમપ્રકાશ જાટ સાહેબ નાઓ સાહેબે ન ઉકેલાયેલા ગુનાઓ ઉકેલવાનું અભિયાન હાથ ધરતા આ ધરપકડ થઈ છે.
આના સંદર્ભમાં પોલીસ કમિશ્નર વિપુલકુમાર ઘનશ્યામભાઈ પટેલે મળેલી ચોક્કસ બાતમીના આધારે ધોળકામાં દરોડો પાડી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. તેમની પાસેથી કુલ રૂ. 64 હજારની કિંમત ધરાવતા પંખાના 32 નંગ અને પાંખિયાના 96 નંગ તથા રૂ. 15 હજારના ત્રણ મોબાઇલ સાથે પકડીને અમદાવાદની કેટલીય ઘરફોડ ચોરીનો કેસ ઉકેલ્યો છે.
આ કામગીરી કરનારા અધિકારીઓમાં એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. કરમટીયા, પીએસઆઈ કે એ સાવલિયા, એએસઆઇ દિલીપ પરમાર, હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ સિસોદિયા, હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ ચુડાસમા, હેડ કોન્સ્ટેબલ અજયભાઈ બોળીયા, હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ડોડીયા, હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ચૌહાણ, પીસી ઘનશ્યામસિંહ રાઠોડ, પીસી વિપુલભાઈ પટેલ, પીસી વિશાલકુમાર સોલંકી સામેલ હતા.
આ પણ વાંચો: જામનગર સહિત સૌરાષ્ટ્રમાં ઘરફોડ ચોરીમાં આંતક મચાવતી ગેંગના ૩ શખ્સોને ઝડપી પાડતી જામનગર LCB
આ પણ વાંચો: આણંદથી ઘરફોડ ચોરીઓને અંજામ આપતી ગેંગ ઝડપાઈ, રૂ.16.75 લાખની ચોરીની કબુલાત
આ પણ વાંચો: વેરાવળમાં ઘરફોડ ચોરીના કુખ્યાત ચોર સામે LCBની લાલ આંખ, ઝડપી પાડી કર્યો ચોરીનો પર્દાફાશ