Rajkot News/ ગોંડલના રાજકુમાર જાટના કેસમાં પોલીસે શોધ્યું સત્ય, બસની હડફેટે થયું હતું મોત

કહેવાય છે કે પોલીસ ધારે તો શું-શું કરી શકે, આ વાત રાજકુમાર જાટના કેસમાં ફરીથી પ્રસ્થાપિત થઈ છે…. રાજકુમાર જાટનું મોત બસની અડફેટે થયું હોવાનું પોલીસે શોધી કાઢ્યું છે અને તે પણ પુરાવા સાથે શોધી કાઢ્યું છે.

Trending Mantavya Vishesh

કહેવાય છે કે પોલીસ ધારે તો શું-શું કરી શકે, આ વાત રાજકુમાર જાટના કેસમાં ફરીથી પ્રસ્થાપિત થઈ છે…. રાજકુમાર જાટનું મોત બસની અડફેટે થયું હોવાનું પોલીસે શોધી કાઢ્યું છે અને તે પણ પુરાવા સાથે શોધી કાઢ્યું છે…. પોલીસે અકસ્માત સર્જનારા બસ ડ્રાઇવરની અટકાયત કરી છે…. ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી પાર્થરાજ ગોહિલે આ માટેની પત્રકાર પરિષદ યોજીને તેની જાહેરાત કરી હતી….

રાજકુમાર જાટના મોતના કેસના પડઘા વિધાનસભાથી લઈને રાજસ્થાન સુધી પડ્યા હતા અને રાજસ્થાનના સાંસદે પણ તેમના મોતનો મુદ્દો ઉઠાવીને છેક સંસદમાં તે વાત રજૂ કરશે તેમ જણાવ્યું હતું…. આ કેસમાં ભૂતપૂર્વ વિધાનસભ્ય જયરાજસિંહ જાડેજાની સંડોવણી હોવાના આક્ષેપ પણ તેના રાજકુમાર જાટના કુટુંબના સભ્યોએ કર્યા હતા…. તેના કારણે આ કેસ હાઇપ્રોફાઇલ થઈ ગયો હતો અને પોલીસ પર પણ આ કેસમાં કાર્યવાહી કરવાનું જબરદસ્ત દબાણ હતું….

આના લીધે પોલીસ તંત્ર માટે આ કેસ પડકારરૂપ બની ગયો હતો…. તેના કારણે પોલીસની જુદી-જુદી ટીમો બનાવવામાં આવી હતી અને લગભગ 150 જેટલા પોલીસ કર્મચારીઓ આ કેસની તપાસમાં લાગ્યા હતા….ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલે આ કેસ પર તલસ્પર્શી ધોરણે થયેલી તપાસની વિગતોનો ઘટનાક્રમ આપ્યો હતો…..

તેમણે જણાવ્યું હતું કે આખા પ્રકરણની ગંભીરતાને લઈને પોલીસની જુદી-જુદી ટીમોની રચના કરવામાં આવી હતી…. એસઓજી કુવાડવા રોડ પોલીસ, એલસીબી ઝોન-વનની ટીમો કામે લાગી હતી…. ઘટનાસ્થળેથી લઈ બંને તરફ આસપાસના સ્થળોએ કુલ 150 સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા…. વિવિધ પ્રકારની હોટેલો, ઢાબા, રેસ્ટોરા સહિત ધાર્મિક સ્થળોએ તપાસ કરવામાં આવી હતી….આ તપાસમાં પોલીસને ડમ્પર ચાલક પાસેથી મહત્ત્વની કડી મળી હતી….

પોલીસને આ ડમ્પર ચાલકે જણાવ્યું હતું કે તેમણે રાત્રે 2-33 વાગે ત્યાં કોઈ મૃતદેહ જોયો હતો… પોલીસને પણ તેની વાતનો અને પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં દર્શાવેલી વિગતનો મેળ પડતો લાગ્યો હતો…. પોલીસે તેના નિવેદનને આધાર બનાવીને આ સમયગાળા પહેલા અને પછી કેટલા વાહનો નીકળ્યા તેની તપાસ કરી હતી….

પોલીસે આ તપાસમાં જોયું કે આ સમયગાળા દરમિયાન લગભગ પચાસેક વાહન ત્યાંથી પસાર થયા હતા…. તેમા ડમ્પર, બસ અને ટ્રક જેવા મોટા વાહનો હતા અને કાર જેવા વાહનો પણ હતા. મોટા વાહનોની સંખ્યા બારેક જેટલી હતી….તેના પછી પોલીસે આ બધા મોટા વાહનો પર ધ્યાન કેન્દ્રિત કર્યુ હતું. તેમા મહાસાગર ટ્રાવેલ્સની બસ નંબર GJ14Z-3131 પર પોલીસની શંકા પ્રબળ બની હતી. તેના પછી પોલીસે આ બસની તપાસ કરી હતી…. આ બસના આગળના ગાર્ડ પર અકસ્માતના ચિન્હો પણ મળી આવતા પોલીસની શંકાને બળ મળ્યું હતું….

આના પગલે પોલીસ તરત જ મહાસાગર ટ્રાવેલ્સની બસના તે દિવસના ડ્રાઇવર અને ક્લીનરને ઉઠાવી જઈ પૂછપરછ કરી હતી…. બસનો ડ્રાઇવર જૂનાગઢનો 61 વર્ષનો રમેશ બીજલભાઈ મેર હતો…. બસના ડ્રાઇવરે પહેલા તો રોજડું અથડાયાનું જ સતત રટણ કર્યે રાખ્યું હતું…. તેના પછી પોલીસે પુરાવા સાથે થોડી આકરી પૂછપરછ કરતાં ડ્રાઇવરે સત્ય કબૂલ્યું હતું….

ડ્રાઇવરે જણાવ્યું હતું કે મૃતક યુવાન રાત્રે અચાનક જ રસ્તાની વચ્ચે આવી ગયો હતો અને તે તેમને દેખાયો પણ ન હતો…. તેના લીધે આ અકસ્માત સર્જાયો હતો… આ અકસ્માતના લીધે તે પોતે પણ ડરી ગયા હતા… બસના મુસાફરોને પણ તેમણે એમ જ જણાવ્યું હતું કે બમ્પ આવ્યો હતો એટલે બસ થોડી ઉછળી છે… જ્યારે ટ્રાવેલ્સ કંપનીના માલિકને તેમણે એમ જણાવ્યું હતું કે બસને રોઝડું અથડાયું હોવાથી આગળના ગાર્ડને નુકસાન થયું છે. આમ બસના ડ્રાઇવરે ડરના માર્યા કોઈને સાચી હકીકત જણાવી ન હતી….

ઉલ્લેખનીય છે કે કુવાડવા પોલીસે તો આ કેસમાં અગાઉથી જ હિટ એન્ડ રનનો ગુનો દાખલ કરેલો જ હતો…. હવે આ કેસનો પર્દાફાશ થતાં બસના ડ્રાઇવર રાજેશ મેરની હિટ એન્ડ રનના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે…. આમ આ સાથે આખુ આ પ્રકરણ ફક્ત હિટ એન્ડ રનનું હોવાનું પુરવાર થયું છે…પોલીસની આકરી જહેમતના પગલે આ કેસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે….

આ બનાવમાં મૃતકના કુટુંબીજનોએ ભૂતપૂર્વ વિધાનસભ્ય જયરાજસિંહ જાડેજા સામે શંકાની આંગળી ચીંધી હતી…. મૃતક યુવકના પિતાએ તંત્ર સમક્ષ ન્યાયની માંગ કરી હતી. તે યુવક છેલ્લે જયરાજસિંહ જાડેજાના ઘરે દેખાયો હોવાથી તેઓ પણ શંકાના ઘેરામાં હતા. આમ છતાં પોલીસની સઘન તપાસે આ આખા વિવાદાસ્પદ ઘટનાક્રમ પાછળનું સત્ય શોધી કાઢ્યું છે.

સામાન્ય રીતે પોલીસની કામગીરીમાં કોઈને કોઈ ક્ષતિ રહી જતી હોય છે અને કેસ ઢીલો પડી જતો હોય છે….પણ આ કિસ્સામાં પોલીસે જડબેસલાક કામગીરી કરી છે, તેમા આરોપી સામે પૂરતા પુરાવા છે…. પોલીસે આ ઘટનામાં બતાવેલી ત્વરિત કામગીરી અને ભારે દબાણ વચ્ચે પણ સત્ય બહાર લાવવામાં મેળવેલી સફળતાના ચોમેરથી વખાણ થઈ રહ્યા છે… તેની સાથે ભવિષ્યમાં પણ પોલીસ આ પ્રકારની કામગીરી કરતી રહે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે… પીડિતના પરિવારને પણ હવે સત્ય જાણીને સમજાશે કે તેમના પુત્રની હત્યા થઈ નથી, પણ તેનું હિટ એન્ડ રનમાં એટલે કે અકસ્માતના કેસમાં મોત થયું છે…. આમ એક વિવાદાસ્પદ મુદ્દો સર્વગ્રાહી તપાસના કારણે ઉકેલાઈ ગયો છે…..


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકુમાર જાટના પિતા અને SPની ઓડિયો-ક્લિપ વાઇરલ : SP બોલ્યા તમારો પુત્ર મેન્ટલી ડિસ્ટર્બ છે, પિતાએ કહ્યું લોકોના મારથી માનસિક હાલત બગડી

આ પણ વાંચો: ગુમ યુવકની લાશ મળી, ભૂતપૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ શંકાના ઘેરામાં

આ પણ વાંચો: અમદાવાદના નરોડામાં પૂજારીનો મંદિરમાં આપઘાત, પોલીસ, બિલ્ડર, કોર્પોરેશનના ત્રાસનો આક્ષેપ