રાજ્ય માટે આ ખરેખર ‘ગરવી ગુજરાત’ ક્ષણ છે કારણ કે આ પ્રજાસત્તાક દિવસે ગુજરાતના જ ઓગણીસ પોલીસ અધિકારીઓને પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે. આ ઓગણીસમાંથી બેને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને 17ને મેરીટોરીયસ સર્વિસ માટે પોલીસ મેડલ માટે નામ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવારે પોલીસ મેડલ માટે પસંદ કરાયેલા કર્મચારીઓના નામોની યાદી બહાર પાડી.
આ વર્ષે કુલ 939 પોલીસ કર્મચારીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા છે. તેમાંથી 189 પોલીસ મેડલ બહાદુરી માટે, 88 રાષ્ટ્રપતિ પોલીસ મેડલ વિશિષ્ટ સેવા માટે અને 662 પોલીસ મેડલ મેરીટોરીયસ સેવા માટે છે.
ગુજરાતમાંથી પુરસ્કાર વિજેતાઓ
વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ
નરસિમ્હા કોમર, એડિશનલ ડીજીપી (કાયદો અને વ્યવસ્થા), ગાંધીનગર
મેરીટોરીયસ સર્વિસ માટે પોલીસ મેડલ
ભરતસિંહ વાઘેલા, ASI-ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ
મેરીટોરીયસ સર્વિસ માટે પોલીસ મેડલ
વિક્રમસિંહ રાઠોડ, આસિસ્ટન્ટ કમિશનર ઓફ ઈન્ટેલિજન્સ
ધર્મેન્દ્ર ચાવડા, સુરત ACP
ચંદ્રસિંહ સોલંકી, સિદ્ધપુર ડી.એસ.પી
નવીનચંદ્ર પટેલ, જામનગર એસઆરપીએફ ડીવાયએસપી
વિજયસિંહ પરમાર, સશસ્ત્ર ડીવાયએસપી, એસઆરપી, અમદાવાદ
રાજેન્દ્રકુમાર દેવધા, ડીવાયએસપી, ધ્રાંગધ્રા
દિનેશ કોષ્ટી, વાયરલેસ પોલીસ ઈન્સ્પેક્ટર, ગાંધીનગર
દિલીપસિંહ આહિર, હથિયારધારી પીઆઈ, એસઆરપી, અમદાવાદ
રાજેન્દ્રસિંહ રાણાવત, આર્મ્ડ PSI, SRPF, અમદાવાદ
મહેશ રાઠોડ, ASI, ખેડા
પંકજ પટેલ, ASI, સુરત
મહમદ યુસુફ શેખ, ASI, આણંદ
પ્રહલાદસિંહ મકવાણા, નિઃશસ્ત્ર ASI, અમદાવાદ
જગદીશ રબારી, ASI, અમદાવાદ ગ્રામ્ય
વિજયસિંહ ડોડીયા, ASI, સુરત
મહેન્દ્રસિંહ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ, અમદાવાદ
વસંત પટેલ, નિઃશસ્ત્ર હેડ કોન્સ્ટેબલ, ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ
