News/ મોરબી અને ટંકારાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પોલીસે દબોચ્યા

મોરબી સિટી એ ડિવિઝનના ક્રિકેટના સટ્ટાના ગુનામાં ફરાર એક શખ્સ તથા ટંકારાના છેતરપીંડીના ગુનામાં ફરાર બે શખ્સો છેલ્લા ૭ મહિનાથી ફરાર હોય પેરોલ ફર્લો સ્ક્વોડે સુરતથી ત્રણેય આરોપીઓને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા કાર્યરત […]

Gujarat

મોરબી સિટી એ ડિવિઝનના ક્રિકેટના સટ્ટાના ગુનામાં ફરાર એક શખ્સ તથા ટંકારાના છેતરપીંડીના ગુનામાં ફરાર બે શખ્સો છેલ્લા ૭ મહિનાથી ફરાર હોય પેરોલ ફર્લો સ્ક્વોડે સુરતથી ત્રણેય આરોપીઓને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા કાર્યરત હોય દરમિયાન ટંકારા પોલિસ સ્ટેશનના છેતરપીંડીના ફરાર આરોપીને સોહિલ ઇકબાલભાઈ તરખેસા અને રજાક ઉર્ફે હકો કરીમભાઈ ચૌહાણ (રહે. બન્ને બોખલા દરવાજા, હુસેની ચોક, જેતપુર) વાળાઓને સુરત ખાતેથી પકડી પાડેલ છે. જ્યારે મોરબી સિટી એ ડિવિઝનના ક્રિકેટ સટાના ગુનામાં ફરાર પારસભાઈ ચંદુભાઈ વસાણી (રહે. સુરત) વાળાને પણ ઝડપી લીધો હતો.

આ કામગીરીમાં એલસીબી પીઆઇ વી.બી. જાડેજા, પીએસઆઈ એન.બી. ડાભી, એ.ડી. જાડેજા, એએસઆઈ પોલાભાઈ ખાંભરા, રસિકભાઈ ચાવડા, સંજયભાઈ પટેલ, રજનીભાઈ કૈલા, કૌશિકભાઈ મારવાણીયા, હેડ કોન્સ. વિક્રમસિંહ બોરાણા, સંજયભાઈ મૈયડ, ચંદ્રકાંતભાઈ વામજા, જયવંતસિંહ ગોહિલ, જયેશભાઈ વાઘેલા, સહદેવસિંહ જાડેજા, કોન્સ. બ્રિજેશભાઈ કાસુન્દ્રા, ભરતભાઈ મિયાત્રા, અશોકસિંહ ચુડાસમાં અને સતિષભાઈ કાંજીયા જોડાયેલ હતા.