Not Set/ CM રૂપાણી નાં મંદીની હવાનાં નિવેદન પર હવે રાજકારણ ગરમાયુ

દેશમાં આજે મોટા ભાગનાં સેક્ટર મંદીની માર સહન કરી રહ્યા છે. ત્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વાતને માત્ર એક હવા ગણાવી હતી. આજે લોકો મંદીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે, સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે મંદીથી બહાર નીકળવા તે કોઇ ખાસ પગલા ભરશે પરંતુ અહી સરકાર તે વાત માનવા જ તૈયાર નથી કે […]

Top Stories Gujarat
vijayrupani2 kq0C CM રૂપાણી નાં મંદીની હવાનાં નિવેદન પર હવે રાજકારણ ગરમાયુ

દેશમાં આજે મોટા ભાગનાં સેક્ટર મંદીની માર સહન કરી રહ્યા છે. ત્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વાતને માત્ર એક હવા ગણાવી હતી. આજે લોકો મંદીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે, સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે મંદીથી બહાર નીકળવા તે કોઇ ખાસ પગલા ભરશે પરંતુ અહી સરકાર તે વાત માનવા જ તૈયાર નથી કે મંદી જેવો કોઇ માહોલ છે. ત્યારે હવે મુખ્યમંત્રીનાં મંદીની હવાનાં નિવેદન પર રાજકારણ પણ ગરમાવવા લાગ્યુ છે.

આજે મોંઘવારી આસમાને પહોચી છે, ઉદ્યોગો પડી ભાગ્યા છે, લોકો રોજગારી ગુમાવી રહ્યા છે પરંતુ અહી CM રૂપાણીની ગણતરી બીજુ જ કઇક બતાવી રહી હોય તેવુ દેખાઇ રહ્યુ છે. આજે મંદીની હવાથી સર્જાયેલુ તોફાન લાખો લોકોનાં પેટ પર પાટુ મારી ચુક્યુ છે, તેમ છતા CM રૂપાણી માને છે કે મંદી એક હવા છે.

CM રૂપાણીએ મંદી વિશે શું કહ્યુ હતુ

મંદી એક હવા છે, ક્યાક ક્યાક હજી કોઇ એ પ્રકારનાં કોઇ એમએસએમી પૂર્ણતહ બંધ થઇ ગયુ તેવુ હજુ સામે આવ્યુ નથી. ત્યારે એનું કોઇ કેલક્યુલેશન આપણી પાસે ન હોઇ શકે.

હવે આ મુદ્દે કોંગ્રેસને ભાન થવા લાગ્યુ કે આ વિષય તેના માટે એક જડીબુટ્ટીનું કામ કરી શકે છે. સ્વાભાવે ભોળા CM રૂપાણી બોલતા તો બોલી ગયા કે મંદી એક હવા છે પણ કોંગ્રેસે તેમને અર્થશાસ્ત્રીનાં અજ્ઞાની ગણાવી આલોચનાની તક છોડી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.