Not Set/ થરૂરે કોર્ટમાં કાયદા મંત્રી સામે નોંધાવી ફરિયાદ, કહ્યું પોતાના નિવેદન માટે માફી માંગે

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા અને કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ વચ્ચે ચાલતો વિવાદ અટકવાનું નામ જ નથી લેતો. રવિશંકર પ્રસાદ દ્વારા શશી થરુરની સાથે જોડાયેલો એક વીડિઓ શેર કર્યો હતો. આ પછી હવે શશી થરૂરે તેમના નિવેદન અંગે નારાજગી વ્યક્ત કરીને તિરુવનંતપુર કોર્ટમાં ફરિયાદ દખલ કરી છે. તેમણે રવિશંકર પ્રસાદને પોતાના નિવેદન અંગે માફી માંગવાનું […]

Top Stories India Trending Politics
Tharoor complains against law minister in court and Said that, he apologized for his statement

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા અને કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ વચ્ચે ચાલતો વિવાદ અટકવાનું નામ જ નથી લેતો. રવિશંકર પ્રસાદ દ્વારા શશી થરુરની સાથે જોડાયેલો એક વીડિઓ શેર કર્યો હતો.

આ પછી હવે શશી થરૂરે તેમના નિવેદન અંગે નારાજગી વ્યક્ત કરીને તિરુવનંતપુર કોર્ટમાં ફરિયાદ દખલ કરી છે. તેમણે રવિશંકર પ્રસાદને પોતાના નિવેદન અંગે માફી માંગવાનું કહ્યું છે.

શું કહ્યું હતું કે, રવિશંકર પ્રસાદે

અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના નેતાએ વડાપ્રધાન મોદી અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી. થરૂરને પોતાની આ ટિપ્પણીના કારણે બીજેપીના રોષનો ભોગ બનવું પડ્યું હતું.

મોદી અંગે કરેલા થરૂરના વિવાદિત નિવેદનના જવાબમાં કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે એક વીડિઓ અપલોડ કર્યો હતો. આ વીડિઓમાં થરૂરને હત્યાના આરોપી દર્શાવવામાં આવ્યા હતા.

થરૂરની કાયદા મંત્રીને નોટિસ

કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદને મોકલવામાં આવેલી નોટિસમાં શશી થરૂરે કહ્યું છે કે, તેમનું નિવેદન ખોટું, દુર્ભાવનાપૂર્ણ અને માનહાની પહોચાડનારૂ છે.

થરૂરે કહ્યું છે કે, જો ભારતના કાયદા મંત્રી રાજકીય વિરોધના કારણે હત્યાનો ખોટો આરોપ લગાવીને તપાસની માંગણી કરે તો પછી ન્યાય તંત્ર અને લોકતંત્ર પર કેવી રીતે વિશ્વાસ કરી શકાય.

શું હતી થરૂરની વિવાદિત ટિપ્પણી?

ઉલ્લેખનીય છે કે, ગત મહીને શશી થરૂર બેંગલુરુમાં પોતાની નવાં પુસ્તક ‘દ પેરાડોક્સિકલ પ્રાઈમ મિનિસ્ટર’ ને લઈને વાત કરી  રહ્યા હતા.

આ દરમિયાન વાત વાતમાં પીએમ મોદી પર નિશાન સાધતા થરૂરે કહ્યું હતું કે, એક વખત આરએસએસના એક અજ્ઞાત વ્યક્તિએ પીએમ મોદીને એક નવી ઉપાધી આપી હતી. તેમણે કહ્યું હતું કે, મોદી શિવલિંગ પર બેસેલા વિંછીની જેવા છે, જેને તમે ના તો પોતાના હાથથી અને ના તો ચપ્પ્લથી મારીને હટાવી શકો છો.