Not Set/ યોગી-મૌર્યની સીટ પર યોજાનારી લોકસભાની પેટાચૂંટણીનું એલાન, પ્રતિષ્ઠા દાવ પર

દિલ્લી, ઉત્તરપ્રદેશ અને બિહારની કુલ ત્રણ લોકસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીની તારીખોનું એલાન કરવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશની ફૂલપુર અને ગોરખપુર તેમજ બિહારની અરરિયા લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે ચુંટણીપંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત બિહારની જહાનાબાદ અને ભભુઆ વિધાનસભા બેઠક માટે તારીખોનું એલાન કર્યું છે. આ તમામ સીટો પર ૧૧ માર્ચના રોજ મતદાન યોજાશે […]

Top Stories
688313364 YogiandMaurya 6 યોગી-મૌર્યની સીટ પર યોજાનારી લોકસભાની પેટાચૂંટણીનું એલાન, પ્રતિષ્ઠા દાવ પર

દિલ્લી,

ઉત્તરપ્રદેશ અને બિહારની કુલ ત્રણ લોકસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીની તારીખોનું એલાન કરવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશની ફૂલપુર અને ગોરખપુર તેમજ બિહારની અરરિયા લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે ચુંટણીપંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત બિહારની જહાનાબાદ અને ભભુઆ વિધાનસભા બેઠક માટે તારીખોનું એલાન કર્યું છે. આ તમામ સીટો પર ૧૧ માર્ચના રોજ મતદાન યોજાશે અને ૧૪ માર્ચના રોજ પરિણામ ઘોષિત કરવામાં આવશે.

ઇલેકશન કમિશનના જણાવ્યા મુજબ, પેટાચૂંટણી માટે નોમિનેશનની પ્રક્રિયા ૧૩ ફેબ્રુઆરીથી ૨૦ ફેબ્રુઆરી સુધી હાથ ધરવામાં આવશે. જયારે ૨૩ ફેબ્રુઆરી નોમિનેશન પાછુ ખેચવા માટે અંતિમ તારીખ રહેશે. નોધનીય છે કે, ભાજપના ગઢ ગણાતા અને CM યોગીના સંસદીય વિસ્તાર રહેલી ગોરખપુર બેઠક તેમજ ઉપ- મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યના ક્ષેત્ર ફૂલપુરમાં યોજાઈ રહેલી પેટાચુંટણી આ CM અને ઉપ-મુખ્યમંત્રી માટે એક અગ્નિપરીક્ષા સમાન ગણવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, યુપીના ઉપ-મુખ્યમંત્રી બન્યા બાદ ફૂલપુર સીટ ખાલી થઇ હતી તેમજ ગોરખપુર સીટ પરથી સાંસદ રહેલા યોગી આદિત્યનાથે રાજ્યના CM તરીકે સપથ લીધા બાદ ખાલી થઇ હતી. જયારે બિહારની અરરિયા લોકસભા સીટ પર આરજેડી સાંસદ તસ્લીમુદ્દીનનું અવસાન થયા બાદ આ સીટ ખાલી થઇ હતી. આ ઉપરાંત બિહારની જહાનાબાદ વિધાનસભા સીટ પર આરજેડીના ધારાસભ્ય મુન્દ્રિકા યાદવ અને ભભુઆ સીટ પરથી બીજેપીના આનંદ ભૂષણ પાંડેનું નિધન થયા બાદ આ સીટ ખાલી થઇ હતી.