Not Set/ આફ્રિકા માટે આવ્યા રાહતના સમાચાર, અંતિમ ત્રણ વન-ડે માટે Mr. 360 ઇન

જોહનિસબર્ગ, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ૬ વન-ડે મેચની શ્રેણીમાં પહેલેથી જ ૩ મેચ ગુમાવી ચુકેલી સાઉથ આફ્રિકન ટીમ માટે રાહતના સમાચાર આવ્યા છે. આફ્રિકન ટીમના આધારભૂત બેટ્સમેન અને મિ. ૩૬૦ તરીકે જાણીતા એ બી ડિવિલિયર્સનું ટીમમાં પુનરાગમન થયું છે. આ કારણે યજમાન ટીમ માટે અંતિમ ત્રણ મેચમાં મજબૂતી મળી શકે છે. પૂર્વ […]

Sports

જોહનિસબર્ગ,

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ૬ વન-ડે મેચની શ્રેણીમાં પહેલેથી જ ૩ મેચ ગુમાવી ચુકેલી સાઉથ આફ્રિકન ટીમ માટે રાહતના સમાચાર આવ્યા છે. આફ્રિકન ટીમના આધારભૂત બેટ્સમેન અને મિ. ૩૬૦ તરીકે જાણીતા એ બી ડિવિલિયર્સનું ટીમમાં પુનરાગમન થયું છે. આ કારણે યજમાન ટીમ માટે અંતિમ ત્રણ મેચમાં મજબૂતી મળી શકે છે.

પૂર્વ કેપ્ટન એ બી ડિવિલિયર્સને ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે પણ શનિવારે જોહનિસબર્ગ ખાતે રમાનારી ચોથી વન-ડે માટે નિર્ણય આજે થનારી પ્રેકટીસ મેચ બાદ લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, વાંન્ડર્સ ટેસ્ટ દરમિયાન આંગળીમાં થયેલી ઈજાના કારણે એ બી ડિવિલિયર્સ પ્રથમ ત્રણ વન-ડે મેચમાંથી બહાર થઇ ગયો હતો તેમજ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ પણ પહેલી વન-ડે બાદ બહાર થઇ જતા આફ્રિકન ટીમને ફટકો પડ્યો હતો.

ફાફ ડુ પ્લેસિસ ઈજાગ્રસ્ત થયા બાદ અડેન માર્કરામને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને પ્રથમ ત્રણ વન-ડે મેચ દરમિયાન ટીમ બેકફૂટ પર જણાઈ હતી.