sports news/ DPL 2026 : છેલ્લા બોલ પર ગુસ્સામાં મારેલી કિક બની કિસ્મત, હિંમત સિંહના અનોખા રનઆઉટનો VIDEO થયો વાયરલ

દિલ્હી પ્રીમિયર લીગ (DPL 2026)માં રમાયેલી એક રોમાંચક મેચ ક્રિકેટપ્રેમીઓ માટે લાંબા સમય સુધી યાદગાર બની રહેશે

Sports
દિલ્હી પ્રીમિયર લીગ (DPL 2026)માં રમાયેલી એક રોમાંચક મેચ ક્રિકેટપ્રેમીઓ માટે લાંબા સમય સુધી યાદગાર બની રહેશે

Sports News : દિલ્હી પ્રીમિયર લીગ (DPL 2026)માં રમાયેલી એક રોમાંચક મેચ ક્રિકેટપ્રેમીઓ માટે લાંબા સમય સુધી યાદગાર બની રહેશે. ન્યૂ દિલ્હી ટાઇગર્સ (New Delhi Tigers)અને આઉટર દિલ્હી વોરિયર્સ વચ્ચે રમાયેલી 15 ઓવરની મેચમાં છેલ્લા બોલ પર બનેલી એક અનોખી ઘટનાએ સમગ્ર ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચી લીધું છે. ન્યૂ દિલ્હી ટાઇગર્સના કેપ્ટન હિંમત સિંહે ગુસ્સામાં બોલને મારેલી એક કિક અચાનક મેચનો સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ.

દિલ્હી પ્રીમિયર લીગ (DPL 2026)માં રમાયેલી મેચ રોમાંચક  બની

મેચની છેલ્લી ઓવરના છેલ્લા બોલ પર આઉટર દિલ્હી વોરિયર્સને જીતવા માટે માત્ર 1 રનની જરૂર હતી. બેટરે સીધો શોટ રમતા બંને બેટરો ઝડપથી દોડ્યા. બોલ હિંમત સિંહ સુધી પહોંચ્યો અને તેમની પાસે બેટરને સરળતાથી રનઆઉટ કરવાની તક હતી. જોકે બોલ પકડવામાં થયેલી નાની ભૂલને કારણે તક હાથમાંથી સરકી ગઈ.

આ ક્ષણે હિંમત સિંહે નિરાશામાં બોલને પગથી કિક મારી દીધી. આશ્ચર્યજનક રીતે બોલ સીધો નોન-સ્ટ્રાઇકર એન્ડના સ્ટમ્પ સાથે અથડાયો. તે દરમિયાન બેટર પ્રથમ સલૂજા પોતાની ક્રિઝ સુધી પહોંચી શક્યો નહોતો અને રનઆઉટ (Last Ball Run Out)જાહેર થયો. આ અણધારી વિકેટ સાથે મેચ ટાઈ થઈ ગઈ અને નિર્ણય માટે મુકાબલો સુપર ઓવરમાં પહોંચ્યો.

આ ઘટનાથી મેદાન પર હાજર ખેલાડીઓ, કોમેન્ટેટર્સ અને દર્શકો પણ ક્ષણભર માટે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાયરલ થયો છે અને ક્રિકેટ ચાહકો તેને ક્રિકેટ ઇતિહાસના સૌથી નસીબદાર અને અનોખા રનઆઉટમાંથી એક ગણાવી રહ્યા છે.

જોકે સુપર ઓવર (Super Over Match)માં આઉટર દિલ્હી વોરિયર્સે જીત મેળવી હતી, પરંતુ મેચનું સૌથી મોટું આકર્ષણ હિંમત સિંહનો આ અવિશ્વસનીય રનઆઉટ રહ્યો. ક્રિકેટમાં ઘણી વખત અણધારી ઘટનાઓ જોવા મળે છે, પરંતુ છેલ્લા બોલ પર આ રીતે કિક મારેલા બોલથી સ્ટમ્પ ઉડી જવા જેવી ઘટના ભાગ્યે જ જોવા મળે છે. આ જ કારણ છે કે DPL 2026ની આ ક્ષણ હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે અને લાખો લોકો આ વાયરલ વીડિયો (Viral Video)જોઈ રહ્યા છે.


આ પણ વાંચે :‘જો હું ન રમું તો ડ્રોપ કરી દો’: મોહમ્મદ કૈફનો ચોંકાવનારો દાવો!

આ પણ વાંચે :GCG 2026 બાદ પાકિસ્તાની બોક્સર ગાયબ,પાસપોર્ટ વિના હોટલમાંથી થયા લાપતા

આ પણ વાંચે :પાકિસ્તાનને ધૂળ ચટાડી ઇન્ડિયન રોયલ્સ પોઈન્ટ્સ ટેબલમાં બન્યું નંબર-1