Sports News : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓપનર રોહિત શર્માએ ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ત્રીજી વનડેમાં 138 રનની શાનદાર સદી ફટકારીને તમામ ટીકાકારોના મોં બંધ કરી દીધા છે. છેલ્લા કેટલાક સમયથી 2027ના વનડે વર્લ્ડ કપ અને રોહિતના આંતરરાષ્ટ્રીય કરિયરને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા હતા. પરંતુ લોર્ડ્સ ખાતે રમાયેલી આ યાદગાર ઇનિંગ્સ બાદ પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે (Mohammad Kaif)રોહિતના વલણ અને માનસિકતા અંગે મોટો દાવો કર્યો છે.
લોર્ડ્સના મેદાન પર રચાયો નવો ઇતિહાસ
ઇંગ્લેન્ડ સામેની મેચ પહેલાં એવી અટકળો ચાલતી હતી કે લોર્ડ્સ વનડે રોહિત શર્મા (Rohit Sharma)ની છેલ્લી મેચ હોઈ શકે છે.રોહિત શર્મા લોર્ડ્સના મેદાન (Lord’s Cricket Ground)પર વનડે ક્રિકેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે.138 રનની ઇનિંગે સાબિત કરી દીધું કે મોટા મંચ પર અનુભવ અને આત્મવિશ્વાસથી (Self-confidence)જ વિરોધી ટીમોને માત આપી શકાય છે.બીસીસીઆઈ અને સિલેક્ટર્સે સ્પષ્ટ કર્યું છે કે રોહિત હજુ પણ ભારતની ભવિષ્યની યોજનાઓનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે.
મોહમ્મદ કૈફે રોહિતના અભિગમની કરી પ્રશંસા
પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા મોહમ્મદ કૈફે જણાવ્યું કે રોહિતે પોતાના બેટથી જ પસંદગીકારોને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે.કૈફે કહ્યું કે, “રોહિત શર્માનું વલણ એવું છે કે જો તે સારું પ્રદર્શન ન કરે તો પસંદગીકારો તેને ડ્રોપ કરવાનો નિર્ણય લઈ શકે છે. પરંતુ તે પોતે ક્યારેય હાર માનીને નિવૃત્તિ લેવાની ઉતાવળમાં નથી.”રોહિત હાલ સંપૂર્ણપણે પોતાના ક્રિકેટ અને ટીમ માટે યોગદાન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે.
અનુભવ અને નવી પેઢી વચ્ચેનું સંતુલન
ભારતીય ક્રિકેટમાં હંમેશા યુવા પ્રતિભાઓને તક આપવા અને અનુભવી ખેલાડીઓને જાળવી રાખવા વચ્ચે સંતુલન બનાવવું એક મોટો પડકાર રહ્યો છે.કૈફે ચિંતા વ્યક્ત કરી હતી કે ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારોની લાંબા ગાળાની ચોક્કસ યોજના શું છે તે અંગે ગૂંચવણ છે.રોહિત શર્માની લોર્ડ્સ સદીએ બતાવી દીધું છે કે જ્યાં સુધી તે મેદાન પર રહેશે, ત્યાં સુધી પૂરા સમર્પણ અને જુસ્સા સાથે ભારત માટે રમતો રહેશે.
આ પણ વાંચો :પાકિસ્તાનને ધૂળ ચટાડી ઇન્ડિયન રોયલ્સ પોઈન્ટ્સ ટેબલમાં બન્યું નંબર-1
આ પણ વાંચો :જસપ્રીત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાંથી થઈ શકે બહાર, કોણ લઈ શકે છે બુમરાહની જગ્યા?
આ પણ વાંચો : કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે જીત્યા વધુ બે ગોલ્ડ અને બે મેડલ; મેડલ ટેલીમાં ભારત છઠ્ઠા સ્થાને
