Cricket/ સૈયદ મુસ્તાક અલી ટ્રોફી માટે મુંબઇ ટીમના ચાર ખેલાડીઓ કોરોના સંક્રમિત

સૈયદ મુસ્તાક અલી ટ્રોફી માટે મુંબઈની ટીમમાં સામેલ ચાર ખેલાડીઓ કોવિડ-19 માટે પોઝિટિવ જોવા મળ્યા છે અને તેમના સ્થાને નવા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.

Sports

સૈયદ મુસ્તાક અલી ટ્રોફી માટે મુંબઈની ટીમમાં સામેલ ચાર ખેલાડીઓ કોવિડ-19 માટે પોઝિટિવ જોવા મળ્યા છે અને તેમના સ્થાને નવા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર સંક્રમિત ખેલાડીઓમાં શમ્સ મુલાની, સાઈરાજ પાટીલ, પ્રશાંત સોલંકી અને સરફરાઝ ખાનનો સમાવેશ થાય છે.

એવું પણ જાણવા મળ્યું છે કે મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) એ આ ચારની જગ્યાએ નવા ખેલાડીઓની પસંદગી કરી છે, જેમના નામની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. “અમે ઝડપી RT-PCR ટેસ્ટ કરાવી રહ્યા છીએ (ચાર નવા ખેલાડીઓમાંથી) અને તેમનો રિપોર્ટ ટૂંક સમયમાં આવશે જેના પછી તેઓ ટીમમાં જોડાશે. અમે ટીમના અન્ય સભ્યોનો પણ RT-PCR ટેસ્ટ કરાવી રહ્યા છીએ,” સૂત્રોએ જણાવ્યું હતું.

આ ચાર કોરોના પોઝિટિવ ખેલાડીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા અને સાત દિવસ સુધી સેલ્ફ-આઇસોલેશનમાં રહેવાનું કહેવામાં આવ્યું હતું. અજિંક્ય રહાણેની આગેવાની હેઠળની ટીમ બુધવારે (27 ઓક્ટોબર) સવારે ગુવાહાટી જઈ રહી હતી ત્યારે ખેલાડીઓ કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.ઉલ્લેખનીય છે  કે મુંબઈને 4 નવેમ્બરથી શરૂ થનારી ટૂર્નામેન્ટ માટે ગ્રુપ બીમાં રાખવામાં આવી છે અને તે ગુવાહાટીમાં તેની લીગ મેચ રમશે. તેની પ્રથમ મેચ કર્ણાટક સામે થશે.નોંધનીય છે કે ભારતીય ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે આગામી સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફીમાં મુંબઈનું નેતૃત્વ કરશે,