Pollution/ પ્રદુષણ કોરોનાથી પણ અત્યંત ઘાતક, એક વર્ષમાં 16.70 લાખ લોકોનો લીધો ભોગ

દેશ હાલમાં કોરોના વાયરસને અંકુશમાં લેવા માટે તમામ પ્રયત્નો ચાલી  રહ્યા છે, કોરોનાએ લગભગ એક વર્ષમાં  દોઢ લાખ લોકોનાં જીવ લીધા છે. જો કે, દેશમાં કોરોના કરતા વધુ ગંભીર સમસ્યા છે “પ્રદૂષણ”નીસમસ્યા.

Top Stories India Mantavya Vishesh
air pollution પ્રદુષણ કોરોનાથી પણ અત્યંત ઘાતક, એક વર્ષમાં 16.70 લાખ લોકોનો લીધો ભોગ

દેશ હાલમાં કોરોના વાયરસને અંકુશમાં લેવા માટે તમામ પ્રયત્નો ચાલી  રહ્યા છે, કોરોનાએ લગભગ એક વર્ષમાં  દોઢ લાખ લોકોનાં જીવ લીધા છે. જો કે, દેશમાં કોરોના કરતા વધુ ગંભીર સમસ્યા છે “પ્રદૂષણ”નીસમસ્યા. આપને જણાવી દઇએ 2019 માં લગભગ 17 લાખ લોકોનાં મોત “પ્રદૂષણ”નીસમસ્યાનાં કારણે નિપજ્યા છે. આ આંકડો દેશભરમાં થયેલા કુલ મૃત્યુના 18% જેટલા છે. મેડિકલ જર્નલ ધ લોન્સેટના અહેવાલમાં આ વાત કહેવામાં આવી છે.

વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં ભારતના ઘણા શહેરોનો સમાવેશ થાય છે. આર્થિક પ્રવૃત્તિઓમાં વધારાની વચ્ચે નબળી હવાની ગુણવત્તા દેશ માટે એક મોટું સંકટ છે, જેના કારણે વર્ષ 2017 માં 12.40 લાખ લોકોના મોત થયા હતા, જે કુલ મૃત્યુના 12.5% ​​હિસ્સો છે.

Covid-19 / યુકેથી આવેલા પ્રવાસીઓમાંથી 20 પોઝિટિવ, ઉભા કર્યા તંત્ર સતર્ક…

Delhi In A Chokehold: Air Pollution As A Public Health Emergency | Health  Affairs 

ડેટા વિશ્લેષણમાં બહાર આવ્યું છે કે દૂષણ લાંબા સમયે ફેફસામાં અવરોધ, શ્વસન ચેપ, ફેફસાના કેન્સર, હ્રદય રોગ, સ્ટ્રોક, ડાયાબિટીઝ, નવજાત વિકારો અને મોતિયા તરફ દોરી જાય છે. વિજ્ઞાન જર્નલ જણાવે છે કે, દિલ્હી વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની છે, જ્યાંનું આકાશ શિયાળામાં હાનિકારક હવાથી ઘેરાયેલા રહે છે. પ્રદૂષણને કારણે દિલ્હી પણ માથાદીઠ સૌથી વધુ આર્થિક નુકસાન ભોગવે છે. 

Covid-19 / અમેરિકા ફરી કોરોનાના કોહરામનાં આગોશમાં, 24 કલાકમાં 3400થી વધ…

Gases that cause the most air pollution

2019 માં, પ્રદૂષણને કારણે અર્થવ્યવસ્થાને 36.8 અબજનું નુકસાન થયું હતું. આ ભારતના કુલ જીડીપીના 1.36 ટકા જેટલું છે. યુપી અને બિહાર જેવા ગરીબ રાજ્યો જીડીપી ટકાવારીની દ્રષ્ટિએ સૌથી આર્થિક નુકસાન ભોગવી રહ્યા છે. 

announcement / ગુજરાતનાં સરકારી કર્મચારીઓને બખ્ખા, સરકારે કરી ખાસ રોકડ પેકે…

Air Pollution - Asthma for Mother Nature! - Envibrary

1990 અને 2019 ની વચ્ચે ઘરેલું વાયુ પ્રદૂષણને કારણે મૃત્યુ દરમાં 64.2% નો ઘટાડો થયો હોવા છતાં, વ્યાપક પેરીક્યુલેટ બાબતે પ્રદૂષણ બમણું થયું છે. કોરોના ચેપનાં કારણે લોકડાઉનની અસર અંગે મેડિકલ જર્નલ જણાવે છે કે, “કોવિડ -19 લોકડાઉન દરમિયાન, દેશભરમાં હવાની ગુણવત્તામાં સુધારો થયો હતો, પરંતુ પ્રતિબંધ હળવા થતાં પ્રદૂષણમાં સાતનો વધારો થયો હતો. આ માનવ પ્રવૃત્તિઓમાં ઘટાડા દ્વારા હવાની ગુણવત્તામાં કેટલી હદે સુધારો કરી શકે છે તે બતાવે છે. ” 

Covid-19 / નવો કોરોના સ્ટ્રેન અત્યંત ખતરનાક, ક્યારે આવ્યો અને ક્યાં-ક્ય…

Action must on hotspots to curb air pollution in Delhi

સરકારે એક નિવેદનમાં કહ્યું કે ભારતે 2024 સુધીમાં 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા સુધી પહોંચવા માટે પ્રદૂષણ નિયંત્રણ કાર્યક્રમોમાં વધુ રોકાણ કરવું પડશે. સ્વિસ એર ક્વોલિટી ટેક્નોલોજી કંપની દ્વારા મંગળવારે બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, ભારતના ત્રણ મોટા શહેરો નવી દિલ્હી, કોલકાતા અને મુંબઇ વિશ્વના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં શામેલ છે.  

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…