Gujarat News/ ગોંડલના અમિત ખુંટ આપઘાત કેસની મુખ્ય આરોપી પૂજા રાજગોરને 22 પોલીસ અધિકારીએ જુદી જુદી જગ્યાએ બંધક બનાવી

પૂજાબેન રાજગોરને અલગ અલગ 22 જેટલા પોલીસ અધિકારીઓએ બે દિવસ સુધી અલગ અલગ જગ્યાએ બંધક રાખી હોવાનું જણાવ્યું છે

Top Stories Gujarat

Gujarat News : ગોંડલના ચકચારભર્યા અમિત ખૂંટ આપઘાત કેસમાં જેલ હવાલે રહેલા મુખ્ય મહિલા આરોપીએ પોતાને 22 જેટલા પોલીસ અધિકારીઓએ બે દિવસ સુધી ગેરકાયદે બંધક બનાવી હોવાની તેના વકીલ મારફત ગોંડલ કોર્ટમાં ફરીયાદ નોંધાવતા ભારે ચર્ચા જાગી છે.

આ ચકચારી પ્રકરણમાં અમિત ખુંટને હની ટ્રેપમાં ફસાવવાના આરોપસર જેની ધરપકડ થઈ છે તે પૂજાબેન રાજગોરના વકીલ એડવોકેટ ભૂમિકા પી. પટેલ વગેરે મારફત ગોંડલ કોર્ટમાં કરેલી ફરિયાદમાં પૂજાબેન રાજગોરને અલગ અલગ 22 જેટલા પોલીસ અધિકારીઓએ બે દિવસ સુધી અલગ અલગ જગ્યાએ બંધક રાખી હોવાનું જણાવ્યું છે.

જેમાં હાલના ફરિયાદી વતી વકીલોએ જુદા જુદા પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓ મેળવવા કોર્ટમાં રજૂઆત કરવાની તજવીજ હાથ ધરી હતી. આ પ્રકરણમાં હાલના ફરિયાદી પૂજાબેન રાજગોર વતી એડવોકેટ ભૂમિકા પી પટેલ, વિજેન્દ્ર પી. પટેલ, શિવરાજસિંહ બી. ઝાલા, અવની બોરીસાગર વગેરે રોકાયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં નંદેસરીમાં કોંગ્રેસનાં નેતાનાં પુત્ર સામે એટ્રોસિટી અને દુષ્કર્મની ફરિયાદ

આ પણ વાંચો:વડોદરામાં સગીરા પર વૃધ્ધે દુષ્કર્મ આચરતા ચકચાર

આ પણ વાંચો:વડોદરામાં સગીરા પર દુષ્કર્મ, વિધર્મીએ 12 સાયન્સની વિદ્યાર્થીનીને ગરબા રમવા કર્યું દબાણ