લોકપ્રિય પ્રસિદ્ધ પોપ સિંગર જસ્ટિન બીબરે(Justin Bieber) થોડા દિવસો પહેલા તેના ચાહકોને ‘રામસે હન્ટ સિન્ડ્રોમ’ વિશે માહિતી આપી હતી. બીમારી દરમિયાન જસ્ટિને તેના ઘણા શો કેન્સલ કર્યા હતા. હવે તેની ‘જસ્ટિસ વર્લ્ડ ટૂર’ ફરી શરૂ થવા જઈ રહ્યા છે. જેમાં બાકી દેશોની જેમ જસ્ટિન બીબર પણ પોતાની ટીમ સાથે ભારત આવશે.
રિપોર્ટ્સ અનુસાર, જસ્ટિન 31 જુલાઈએ ઈટાલીમાં લુકા સમર ફેસ્ટિવલથી તેની ‘જસ્ટિસ વર્લ્ડ ટૂર’ શરૂ કરશે. ત્યારબાદ તેઓ ભારત અને એશિયા, દક્ષિણ અમેરિકા, દક્ષિણ આફ્રિકા, મધ્ય પૂર્વ, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જશે. આ વર્લ્ડ ટૂર કર્યા બાદ જસ્ટિન 2023માં યુરોપ પરત ફરશે.
જસ્ટિનના આ મ્યુઝિક કોન્સર્ટની અત્યાર સુધીમાં 13 લાખથી વધુ ટિકિટો વેચાઈ ચૂકી છે. જસ્ટિન 30 થી વધુ દેશોમાં લાઈવ કોન્સર્ટ કરશે. જસ્ટિનનો લાઈવ શો 18 ઓક્ટોબરે નવી દિલ્હીમાં થશે. આ લાઈવ કોન્સર્ટ દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં થશે. આ કોન્સર્ટની ટિકિટની કિંમત 4 હજાર રૂ. થી શરૂ થશે. જસ્ટિનના ચાહકો બુક માય શો ઈન્ડિયા એપ દ્વારા જસ્ટિનના લાઈવ કોન્સર્ટ માટે ટિકિટ ખરીદી શકે છે.
આ પણ વાંચો:ટૂંક સમયમાં જ ભારતના જંગલોમાં જોવા મળશે લુપ્તપ્રાય ચિત્તો, જાણો ક્યાંથી આવશે આ ખૂબસૂરત જંગલી પ્રાણી
આ પણ વાંચો:સિદ્ધુ મુસેવાલાના શંકાસ્પદ હત્યારાઓ અને પોલીસ સામસામે, સ્નાઈપર્સ કરાયા તૈનાત
