Not Set/ સુરત/ શિસ્તબદ્ધ ભાજપના ગ્રુપમાં અશ્લીલ વીડિયો શેર કરાયો

લીંબાયત વોર્ડ નંબર 24ના ગ્રુપમાં શેર કરાયો વોટ્સએપ ગ્રુપમાં ચાર વિડીયો શેર થયા હતા ભાજપના કાર્યકર કિશોર સોલંકી દ્વારા શેર કરાયા વીડિયો ભાજપની મહિલા કોર્પોરેટર, ધારાસભ્ય સહિત ગ્રુપ મેમ્બર મહિલા કાર્યકર્તાઓ ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાયા મહિલાઓ દ્વારા કિશોરને ગ્રુપમાંથી બહાર કાઢવાની માંગ ભાજપના વોટ્સ એપ ગ્રુપમાં વધુ એક અશ્લીલતા બહાર આવી છે. શિસ્તબદ્ધ પાર્ટી ભાજપના કાર્યકર્તાઓએ […]

Top Stories Gujarat Surat
firing 3 સુરત/ શિસ્તબદ્ધ ભાજપના ગ્રુપમાં અશ્લીલ વીડિયો શેર કરાયો
  • લીંબાયત વોર્ડ નંબર 24ના ગ્રુપમાં શેર કરાયો
  • વોટ્સએપ ગ્રુપમાં ચાર વિડીયો શેર થયા હતા
  • ભાજપના કાર્યકર કિશોર સોલંકી દ્વારા શેર કરાયા વીડિયો
  • ભાજપની મહિલા કોર્પોરેટર, ધારાસભ્ય સહિત ગ્રુપ મેમ્બર
  • મહિલા કાર્યકર્તાઓ ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાયા
  • મહિલાઓ દ્વારા કિશોરને ગ્રુપમાંથી બહાર કાઢવાની માંગ

ભાજપના વોટ્સ એપ ગ્રુપમાં વધુ એક અશ્લીલતા બહાર આવી છે. શિસ્તબદ્ધ પાર્ટી ભાજપના કાર્યકર્તાઓએ અશ્લીલતાની તમામ હદો વટાવવાનું નક્કી જ કર્યું છે.  અવારનવાર ભાજપ કાર્યકર્તાઓ દ્વારા વિવિધ સોશિયલ મીડિયામાં અશ્લીલ  વીડિયો શેર કરવામાં આવે છે. અને શિસ્તબદ્ધ પાર્ટીના નામે શિસ્તના લીરા ઉડાવવામાં આવે છે.

હાલમાં જ સુરત ભાજપના કાર્યકર કિશોર સોલંકીએ અશ્લીલ વીડિયો શેર કર્યા છે. ત્યારે લિંબાયત વોર્ડ નંબર 24ના ગ્રુપમાં એક પછી એક 4 અશ્લીલ વીડિયો શેર થયા હતા.

આ વ્હોટસએપ ગ્રુપમાં ભાજપની મહિલા કોર્પોરેટર તેમજ ધારાસભ્ય સહિતના લોકો ગ્રુપના મેમ્બર છે. મહિલા કાર્યકર્તાઓ ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાયી હતી. ત્યારે કિશોર સોલંકીની આવી કરતૂતથી મહિલા સભ્યોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જેમાં કાર્યકર્તાની આવી કરતૂતથી મહિલાઓએ કિશોર સોલંકીને ગ્રુપમાંથી બહાર કાઢવા માંગ કરી છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.