દેશમાં કોરોનાનાં આંકમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. પરંતુ આજે પણ સાવધાની હટી દુર્ઘટના ઘટી, જેવી સ્થિતિ છે તેવુ કહેવુ ખોટુ નહી કહેવાય. જી હા, ઝડપી વેક્સિનેશન અને લોકોની કોરોનાને લઇને જાણકારી આ વાયરસથી સંક્રમિત થતા લોકોની સંખ્યામાં ઘટાડો કરી રહ્યુ છે. આ વચ્ચે આજે દેશમાં દોઢ લાખથી ઉપર કોરોનાનાં કેસ નોંધાયા છે.
આ પણ વાંચો – બજેટ પર ટીપ્પણી / મનરેગાના બજેટમાં ઘટાડો ગરીબોને ગંભીર મુશ્કેલીમાં મૂકી દેશે-ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 1,61,386 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાહતની વાત એ છે કે પોઝિટિવિટી રેટ 11.69% થી ઘટીને 9.26% પર આવી ગયો છે. છેલ્લા 24 કલાકમાં આ વાયરસને કારણે 1,733 લોકોનાં મોત થયા છે, જેમાંથી 1,205 લોકોએ એકલા કેરળમાં જીવ ગુમાવ્યા છે. દેશમાં આ રોગચાળાથી મૃત્યુઆંક વધીને 4,97,975 થઈ ગયો છે. ભારતનો સક્રિય કેસલોડ હાલમાં 17 લાખથી ઘટીને 16,21,603 પર આવી ગયો છે, કુલ કેસનો સક્રિય દર પણ ઘટાડો દર્શાવે છે અને તે 3.90% પર પહોંચી ગયો છે. જ્યારે દૈનિક પોઝિટિવિટી રેટ 11.69% પર પહોંચી ગયો છે. આ સાથે દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 1,67,29,42,707 કરોડ રસીનાં ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 57,42,659 લોકોને રસી આપવામાં આવી છે.
#UPDATE | 1,733 deaths were recorded in India in the last 24 hours, taking the death toll to 4,97,975, as per Union Health Ministry
— ANI (@ANI) February 2, 2022
આ પણ વાંચો – Ahmedabad / જો વિધાર્થીઓને AMTS અને BRTSમાં મફત મુસાફરીનો લાભ આપવામાં આવે તો..? NSUI એ કરી માંગ
રિકવરી રેટ હાલમાં 94.91% છે. છેલ્લા 24 કલાકમાં 2,81,109 સાજા થવા સાથે, આ રોગચાળામાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 3,95,11,307 થઈ ગઈ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર, ગઈકાલે ભારતમાં કોરોના વાયરસ માટે 17,42,793 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ છે, જેનાથી દેશમાં ટેસ્ટિંગની કુલ સંખ્યા 73,24,39,986 થઈ ગઈ છે.
