- સુરત જિલ્લામાં વધુ એક દુષ્કર્મની ઘટના
- પલસાણામાં બાળકી હવસખોરનો શિકાર બની
- 11 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી કરાઇ હત્યા
- જોળવામાં 11 વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના
- ઘટના બનતા સુરત જિ.પોલીસ ઘટના સ્થળે
સુરતમાં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. તાજેતરમાં જ ગ્રીષ્મા વેકરિયાને જાહેરમાં મોતને ઘાટ ઉતાર્યા બાદ પણ શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત રહ્યો. એટલું જ નહીં, એક જ દિવસમાં હત્યાની 3-3 ઘટનાઓ પણ સામે આવી. ત્યારે હવે વધુ એક હચમચાવી દે તેવી ઘટના બની છે. સુરતના કામરેજ વિસ્તારમાં 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો. જેના કારણે લોકોમાં રોષનો માહોલ ફેલાયો છે. સારવાર દરમિયાન બાળકીનું મોત થયું જેથી પોલીસ પણ આ ઘટનાને લઈને દોડતી થઈ ગઈ છે.
મળતી માહિતી અમુસાર, સુરતના પલસાણામાં શ્રમજીવી પરિવારની બાળકીનું અપહરણ કરવામાં આવ્યુ હતુ ત્યાર બાદ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ.માતાપિતા નોકરી ઉપર ગયા હતા ત્યારે ઘરે બાળકી એકલી હતી અને તેનો એકલતાનો લાભ લઈ નરાધમ બાળકીને રૂમ નજીક અન્ય રૂમમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ .નરાધમે બાળકીની હાલત ગંભીર થતા તે રૂમને બહારથી તાળું મારી ભાગી છૂટ્યો હતો.સાંજે પરિવાર ઘરે આવતા બાળકી ન મળતા તેને શોધી તેને સારવાર માટે લઈ ગયા હતા પણ ઘણું મોડું થઈ ગયું હતું.આ અમાનવીય કૃત્યમાં માસૂમ બાળકીનું મોત થયુ હતુ. હાલ બાળકીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ લવાયો છે.
સમગ્ર મામલે નજીકમાં જ રહેતા કોઈ શખ્સની સંડોવણીની શંકાએ પોલીસે હાલ તે દિશામાં તપાસ અને પૂછપરછ હાથ ધરી છે. સાથે એવું પણ જાણવા મળી રહ્યું છે કે, પરિવારના નિવેદન બાદ પોલીસ દ્વારા બે શકમંદની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, 12 ફેબ્રુઆરીના રોજ જાહેરમાં ગ્રીષ્મા વેકરિયાની ગળું કાપીને હત્યા કર્યાની ઘટના બાદ હવે વધુ એક હચમચાવતી ઘટના સામે આવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.
આ પણ વાંચો :ગુજરાતમાં આજથી સ્કૂલો-કોલેજો સંપૂર્ણપણે ઓફલાઈન, રાબેતા મુજબ શિક્ષણ થયું શરૂ
આ પણ વાંચો :કોરોનાના સીધી અસર રાજ્યની રોજગારી પર,ગુજરાતમાં આટલા નવા બેરોજગારો નોંધાયા,જાણો
આ પણ વાંચો :સતત બીજા દિવસે પણ એસ.ઓ.જી પોલીસે અફીણ વાવેતર કરેલુ ખેતર ઝડપી લીધું
આ પણ વાંચો :સુરેન્દ્રનગર જિલ્લામાં મચ્છીનો ત્રાસ વધતા શહેરી વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા ફોગીંગની કામગીરી હાથ ધરાઇ
