@સલમાન ખાં, મંતવ્ય ન્યૂઝ – જામનગર
- જામનગરમાં વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત
- ધોરણ 12માં અભ્યાસ કરતી હતી વિદ્યાર્થિની
- પરીક્ષાની તૈયારીના તણાવમાં કર્યો આપઘાત
- નંદનવન પાર્ક વિસ્તારમાં રહેતી હતી વિદ્યાર્થિની
- પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
આ વર્ષે એક તરફ કોરોના મહામારીને કારણે શાળા કોલેજો બંધ છે અને હજુ ક્યારે શરુ થશે અને થશે તો કેવી રીતે થશે તે તમામ સવાલો વચ્ચે કેટલાય વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણને કારણે મુંજવણ પણ અનુભવી રહ્યા છે.તો કેટલાક ને માથે પરીક્ષાની ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે. એવામાં જામનગર શહેરના રણજીતસાગર રોડ પર નંદનવન પાર્કમાં વસવાટ કરતી અને ધોરણ 12 માં અભ્યાસ કરતી 19 વર્ષીય હેતલ દીલીપભાઈ કણજારીયાએ પરીક્ષાની તૈયારીના ટેન્શનમાં પોતાના જ રૂમમાં ચુંદડી વડે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધાનું સીટીએ ડીવીઝનના પોલીસ ચોપડે જાહેર થયું છે.પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળ ની તપાસ હાથ ધરી છે. ત્યારે યુવતીના આપઘાત ને પગલે પરિવાર માં શોક નું મોજું ફરી વળ્યું છે.
