બ્રિટેનથી આવેલા નિવૃત પ્રોફેસર દંપતિ છેલ્લા ચાર વર્ષથી દર વર્ષે એક મહિનો જૈનાબાદ સ્કુલના ભુલકાઓ સાથે ગાળે છે. આ ભુલકાઓ દ્વારા પાડેલા ફોટાઓની “આ મારૂ જૈનાબાદ છે” નામની લંડનમાં છપાયેલી બુકનો વર્લ્ડ બુક કોમ્પીટીશનમાં હજારો બુકો વચ્ચે 350મો નંબર આવ્યો હતો. જૈનાબાદના બાળકોએ પાડેલા ફોટાઓના લંડનમાં જ પોસ્ટકાર્ડ બનશે અને ચાલુ વર્ષે બાળકોએ પાડેલા ફોટાઓના લંડનમાં જ કેલેન્ડર બનાવવામાં આવશે.
આ પણ વાંચો ;રાજકોટ / શહેરમાં વધતા કેસોને લીધે કાલથી એરપોર્ટ, બસપોર્ટ અને રેલવે સ્ટેશન પર મુસાફરોનું સ્ક્રીનિંગ-ટેસ્ટીંગ શરૂ કરાશે
લોકોની જીવનશૈલી ધીમેંધીમેં બદલાઇ રહી છે. અને જીવનની જૂની રીતો પણ અદ્રશ્ય થઇ રહી છે. અને ભવિષ્યને અપનાવવાની ઉતાવળ, ભૂતકાળને ભુલાવી દેવાનું જોખમ ઉભુ કરી રહી છે. આથી આજથી અંદાજે ચાર વર્ષ અગાઉ છેક બ્રિટેનથી આવેલા નિવૃત પ્રોફેસર એલન અને એમની પત્ની સ્ટેલાએ જૈનાબાદ સ્ટેટ એમ.એસ.મલિક અને યુવરાજ ધનરાજ મલિક સાથે સર ઝુબેદા બેગમ હાઇસ્કુલની મુલાકાત લઇ આચાર્ય તારીક મલિકની આગેવાનીમાં સ્કુલમાં અભ્યાસ કરતા 36 ભુલકાઓની ટીમ બનાવી આ તમામ ભુલકાઓને ડીજીટલ કેમેરા સાથે ફોટા પાડવાની બ્રિટેનના દંપતિ દ્વારા અદ્યતન ટ્રેનીંગ આપ્યા બાદ આ 14 વર્ષના કુલ 36 બાળકોએ વિવિધ વિષયો જેવા કે મારૂ ઘર, ખેતીના વિવિધ પાકો, આહાર, વહન, વ્યવસાય, સજાવટ, કુટુમ્બ તથા મીઠું અને અગરીયો જેવા વિષયો પર પાડેલા 750 જેટલા ફોટાઓમાંથી અંદાજે 150 ફોટા અને બાળકોએ દોરેલા ચિત્રોની એક સુંદર બુક “આ મારૂ જૈનાબાદ છે” નામનું પુસ્તક ધ પાયોનીયર સેન્ટર લંડન દ્વારા પ્રકાશીત કરવામાં આવ્યુ હતુ.
આ પણ વાંચો ;SMC દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય / જો તમે વેક્સીનના બંને ડોઝ નહિ લીધા હોય, તો આ જગ્યાએ નહિ મળે પ્રવેશ…
આ પુસ્તકમાં જૈનાબાદની સ્કુલના 14 વર્ષના તમામ 36 બાળ ફોટોગ્રાફર્સના ફોટા પણ મુકવામાં આવ્યા છે. વધુમાં આ પુસ્તકનો વર્લ્ડ પિક્ચર બુક કોમ્પીટીશનમાં હજારો પુસ્તકોમાંથી દુનીયામાં 350મો નંબર આવ્યો હતો. લંડનના નિવૃત દંપતિએ બાળકોએ પાડેલા ફોટાઓનું કલેક્શન કરી લંડન પોસ્ટકાર્ડમાં સમાવેશ કરવામાં આવશે. અને ચાલુ વર્ષે આ 36 ભુલકાઓએ પાડેલા ફોટાઓને લંડનમાં જ કેલેન્ડર રૂપે પ્રકાશિત કરવામાં આવશે. બ્રિટેનનું આ નિવૃત દંપતિ છેલ્લા ચાર વર્ષથી દર વર્ષે જૈનાબાદ સ્કુલના ભુલકાઓ સાથે એક મહિનો ગાળે છે.
