Not Set/ જો તમે વેક્સીનના બંને ડોઝ નહિ લીધા હોય, તો આ જગ્યાએ નહિ મળે પ્રવેશ…

જો તમે વેક્સિનના બંને ડોઝ નહીં લીધા હોય તો તમે કચેરીમાં, બસમાં, જાહેર બગીચા કે પછી ઝૂ સહિતનાં સ્થળોએ પણ એન્ટ્રી મેળવી શકશો નહીં.

Gujarat Surat

રાજયમાં  કોરોનાની બીજી લહેર ભયાનક જોવા મળી હતી જેમાં લાખો  લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા હતા . સરકાર દ્વારા  કેસો ને નિયંત્રણમાં લાવવા  રસીકરણ સમગ્ર  રાજયમાં શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ફરી પાછા દિવાળીના  તહેવાર  જતા કોરોના કેસો માં સતત વધારો થતો  જોવા મળી રહ્યો છે . ત્યારે કોરોનાના કેસો ને ધ્યાનમાં લઈને  અમદાવાદ કોર્પોરેશન દ્વારા અમુક મહત્વના નિર્ણયો  લેવાયા છે . ત્યાર બાદ  હવે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ મહત્વના નિર્ણયો  લેવાયા છે .

આ પણ વાંચો ;Sports / કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ; ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજી શાનદાર મેચ થશે

સુરત મહાનગર પાલિકાએ  જાહેરનામું પાડ્યું  છે જેમાં   દરેક નાગરિકોએ વેક્સિનના બંને ડોઝ લેવા  જરૂરી છે  .જો તમે વેક્સિનના બંને ડોઝ નહીં લીધા હોય તો તમે કચેરીમાં, બસમાં, જાહેર બગીચા કે પછી ઝૂ સહિતનાં સ્થળોએ પણ એન્ટ્રી મેળવી શકશો નહીં.સોમવારથી અહીં નો એન્ટ્રી ફરમાન લાગૂ કરાશે. અહીં પ્રથમ ડોઝની 100 ટકા કામગીરી પૂર્ણ થઈ છે તો સાથે જ બીજા ડોઝની 76% કામગીરી પૂર્ણ થઈ હોવાની માહિતિ પણ મળી રહી છે. ઉપર જણાવેલી કોઈ પણ જગ્યાએ પ્રવેશ મેળવવા માટે વેક્સિનના બંને ડોઝ લેવા જરૂરી રહેશે. હાલમાં બીજા ડોઝ માટે એલિજિબલ થઈ ગયા હોય તેવા 6.68 લાખ લોકો હોવાનું સામે આવ્યું.

આ પણ વાંચો ;સંકેત / રવિ શાસ્ત્રીએ આપ્યા સંકેત વિરાટ કોહલી વન-ડે અને ટેસ્ટ ટીમની પણ કેપ્ટનશીપ છોડશે!

 રાજ્યમાં કુલ 220 એક્ટિવ કેસ  હતા જે પૈકી 06 નાગરિકો વેન્ટીલેટર પર છે, 214 નાગરિકો સ્ટેબલ છે. 8,16,577 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10090 નાગરિકોનાં અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યા છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે એક પણ નાગરિકનું મોત નથી થયું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો રાજ્યમાં વડોદરા કોર્પોરેશનમાં 6, સુરત કોર્પોરેશન અને વલસાડ 3-3 કેસ, અમદાવાદ કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન અને રાજકોટ કોર્પોરેશનમાં 2-2 કેસ, જુનાગઢ, કચ્છ અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયા હતા. આ પ્રકારે કુલ 21 કેસ નોંધાયા હતા.