ગુજરાતમાં ગુનાખોરીના ગ્રાફ ધીરે ને ધીરે ઊંચો જઈ રહ્યો છે. રાજ્યમાં બળાત્કારના ગુનામાં પણ વધારો થવા લાગ્યો છે. ત્યારે આવો જ એક હચમચાવી નાખતો બળાત્કારનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના કોસંબા રેલવે સ્ટેશન નજીક તારીખ 28 જુલાઈના રોજ રાત્રે 2.45 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જેમાં અજાણ્યા ઇસમે આ વિસ્તારમાં રહેતી એક 70 વર્ષીય વૃદ્ધ મહિલાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આરોપી દ્વારા બળાત્કાર કરવામાં આવતા વૃદ્ધાના ગુપ્તાંગ એક થઈ ગયા હતા. પોલીસ ભોગ બનનાર વૃધ્ધાને હોસ્પિટલ લઈ ગઈ હતી.જોકે વૃધ્ધાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગે મળતી માહિતી અનુસાર, ગુલામ દિવાન નામનો ઈસમ જૂના કોસંબા મુસ્લિમ સોસાયટી ખાતે રહેતો હતો અને મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જ્યારે પીડિત 70 વર્ષ વૃદ્ધ મહિલા ભિક્ષાવૃત્તિ કરતી હતી. ગુલામ દિવાન રેલ્વે સ્ટેશન પર ગયો હતો ત્યારે તેણે ભિક્ષાવૃત્તિ કરી રહેલા 70 વર્ષની વૃદ્ધ મહિલાને એકલા જોયા હતા.જે બાદમાં વૃદ્ધ મહિલાની એકલતાનો ગેરલાભ ઉઠાવી તેને કોસંબા રેલ્વે સ્ટેશનથી થોડે દૂર લઈ ગયો હતો અને વૃદ્ધ મહિલા સાથે બળાત્કાર કર્યો હતો.
જોકે, આ ઘટના હેબતાઈ ગયેલી વૃદ્ધાએ બુમાબુમ કરતા આરોપી ગભરાઈ ગયો હતો. અને આવેશમાં આવીને તેણે મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં હાથ નાખીને શરીરના અંદરના અવયવો પણ ખેંચી કાઢીને મહિલાને ગંભીર ઇજા પહોંચાડી હતી. વૃદ્ધાને લોહીલુહાણ હાલતમાં 108ની મદદથી સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
પોલીસ દ્વારા સમગ્ર મામલે 31 જુલાઈ 2022 લના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે તપાસમાં એક શંકાસ્પદ યુવકની અટકાયત પણ કરી હતી. અને આ યુવકે પોલીસ પૂછપરછમાં પોતાનો ગુનો કબુલ પણ કરી લીધો છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ માટે તજવીજ શરૂ કરી છે.
આ પણ વાંચો:લંપી વાઇરસથી સંક્રમિત ગાયોના શિકારથી શું આ વાઇરસ સિંહોમાં પણ ફેલાશે ? વન વિભાગની આવી છે તૈયારી
આ પણ વાંચો:લમ્પી ડિસીઝથી સંક્રમિત મૃત પશુઓના વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય ; CM ભુપેન્દ્ર પટેલ
આ પણ વાંચો: જે તમને મત આપે છે એને જ કનડગત કરો છો?,પ્રદેશ નેતાએ ટકોર કરતા ખાડિયાના નેતાઓ અંદરો અંદર બાખડયા
