શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને સુરત સર્કીટ હાઉસ ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર અને પંચાયત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. સુરત ગ્રામ્ય વિસ્તારમાં ૫૦૦૦ લોકોને રોજગારી આપવાનું આયોજન કારવામાં આવી રહ્યું છે.
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર બેઠકમાં મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગ્રામ્ય વિસ્તારોનો શહેર સમકક્ષ વિકાસ કરવાનું સરકારે લક્ષ્ય સેવ્યું છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં વધુને વધુ રોજગારીસર્જન થાય એ દિશામાં સરકાર કાર્યરત છે. ૧૧૮ ગામોમાંથી વાર્ષિક ૩૦૦ ટન કચરો એકત્ર થાય છે. સુરત જિલ્લામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ થકી ગ્રામ્ય વિસ્તારના આ વાર્ષિક ૩૦૦ ટન કચરાનું રિસાયકલીંગ કરાશે. આ પહેલથી ૫૦૦૦ લોકોને રોજગારી મળશે. આ કચરાનો પુનઃ ઉપયોગ કરવા કચરાનું “રીસાયક્લિંગ” કરી ખાતર બનાવી શકાય છે. સુડા દ્વારા ગામોનો કચરો ડમ્પીંગ સાઇટ સુધી લાવશે, ત્યારબાદ સુરત મહાનગરપાલિકા દ્વારા સોલિડ વેસ્ટ પ્રોજેક્ટ સાઇટ પર લઇ જવામાં આવશે. આ માટે સુડાના સહયોગથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું છે એમ મંત્રીએ કહ્યું હતું.
આ પણ વાંચો : ન્યૂબર્ગ ઇન્ડિયન ઓઇલ માટે સલ્ફર રિકવરી યુનિટ સ્થાપશે : વડોદરા સ્થિત યુનિટને વિસ્તારવાની યોજના
