હત્યા/ અમદાવાદમાં એક જ પરિવારના 4 લોકોની સામુહિક હત્યા,દુર્ગંધના કારણે થયો ખુલાસો

અમદાવાદમાં એક જ પરિવારના ચાર સભ્યોની હત્યા કરવાના સમાચાર સામે આવ્યા છે, આ ચાર લોકોની સામુહિક હત્યા શહેર સહિત સમગ્ર દેશમાં ટોક ઓફ ધ ટાઉન બની છે

Top Stories Gujarat
  • અમદાવાદના વિરાટનગરમાં હત્યાથી ચકચાર
  • એક જ પરિવારના 4 સભ્યોની હત્યા
  • પત્ની,નાની અને બે બાળકોની હત્યા
  • પતિ વિનોદ મરાઠીએ હત્યા કર્યાની આશંકા
  • દિવ્યપ્રભા સોસાયટીની ઘટના
  • બંધ મકાનમાંથી આવી રહી હતી દુર્ગંધ
  • પાડોશીઓએ પોલીસને કરી જાણ
  • મકાન ખોલીને તપાસ કરતા ચાર મૃતદેહ મળ્યા
  • આરોપી વિનોદ મરાઠી ફરાર
  • પોલીસે શરૂ કરી વિનોદની શોધખોળ
  • દુર્ગધ આવતા સ્થાનિકોએ પોલીસને કરી જાણ

અમદાવાદમાં એક જ પરિવારના ચાર સભ્યોની હત્યા કરવાના સમાચાર સામે આવ્યા છે, આ ચાર લોકોની સામુહિક હત્યા શહેર સહિત સમગ્ર દેશમાં ટોક ઓફ ધ ટાઉન બની છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં 4 લોકોની હત્યાનો બનાવ બનતા ચકચાર મચી ગઇ છે. દિવ્ય પ્રભા મકાન નંબર 30 નો બનાવ સામે આવ્યો છે. વૃદ્ધા, મહિલા, દીકરી અને દીકરાનો મૃતદેહ મળ્યો હતો. ચાર દિવસ અગાઉ આ પરિવારની હત્યા કરાઇ હોવાનું પ્રાથમિક રીતે લાગી રહ્યું છે. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘરના ચાર અલગ અલગ રૂમમાંથી મૃતદેહો મળી આવ્યા છે.

ઘરની બહાર ખુબ જ દુર્ગંધ મારતા પાડોશીઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે દરવાજો ખોલતા જ આભી બની ગઇ હતી. ઘરના ચાર રૂમમાં ચાર લોકોનાં મૃતદેહ પડ્યા હતા. જ્યારે ઘરનો મોભી ફરાર થઇ ગયો હતો. હાલ પોલીસ પ્રાથમિક તપાસમાં તો હત્યા ઘર કંકાસમાં થઇ હોવાનું માની રહી છે. જો કે ઓઢવ વિસ્તારમાં સામુહિક હત્યાકાંડથી ખળભળાટ મચી ગયો છે. પરિવારના સભ્યોને હથિયારના તિક્ષ્ણ ઘા મારીને હત્યા કરવામાં આવી છે. જો કે હથિયારના ઘા માર્યા બાદ બેભાનાવસ્થામાં જ તેમને છોડીને હત્યારો ફરાર થઇ ગયો હોવાનું અનુમાન છે. બેભાનાવસ્થામાં જ તમામ લોકો મોતને ભેટ્યા હોઇ શકે છે.

આ પરિવાર 15 દિવસ પહેલા જ નિકોલથી ઓઢવ ખાતે રહેવા માટે આવ્યા હતા. 4 દિવસ પહેલા હત્યા થઇ ગઇ હતી. ચારેય મૃતદેહ અલગ અલગ રૂમમાંથી મળી આવ્યા છે. ઉપરાંત ચારેયના મૃતદેહ પર હથિયારના ઘા ના નિશાન મળ્યા. પોલીસે વિનોદ નામના ઇસમની શોધખોળ શરૂ કરી રહી છે. થોડા દિવસો અગાઉ વિનોદને પોતાની સાસુ સાથે ઝગડો થયો હતો. આ ઝગડામાં પણ વિનોદે પોતાના સાસુને છરી મારી દીધી હતી. જો કે સાસુએ પોતે નીચે પડી ગયા હોવાનું કહીને સારવાર લીધી હતી. સાસુએ સમયે સારવાર સમયે પોતે પડી ગયા હોવાનું કહી લીધી હતી સારવાર લીધી કોઈ ફરિયાદ નોંધાઇ નહોતી. આ ચાર લોકોની હત્યા કરવામાં આવી હતી જેમાં સોનલ મરાઠી,પ્રગતિ મરાઠી,ગણેશ મરાઠી,અને સુભદ્રા મરાઠીની કરપીણ હત્યા કરવામાં આવી છે.