નીતિ આયોગના નિકાસ તૈયારી સૂચકાંક 2021માં ગુજરાત ટોચ પર છે. આ ઈન્ડેક્સમાં મહારાષ્ટ્ર અને કર્ણાટક બીજા અને ત્રીજા સ્થાને છે. સરકારની થિંક ટેન્ક નીતિ આયોગ દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.
નિકાસ તૈયારી સૂચકાંક નિકાસની સંભાવનાઓ અને કામગીરીના સંદર્ભમાં રાજ્યોની સજ્જતાને માપે છે. આ ઈન્ડેક્સમાં પ્રથમ પાંચ રાજ્યોમાં તમિલનાડુ અને હરિયાણા પણ સામેલ છે. શુક્રવારે આ ઇન્ડેક્સ બહાર પાડતા, નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે જણાવ્યું હતું કે આનાથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિકાસ માટે યોગ્ય નીતિ ઘડવામાં અને લાગુ કરવામાં મદદ મળશે.
Niti Aayog releases the second edition of 'Export Preparedness Index 2021'
Gujarat tops the list for the consecutive second time with export preparedness of 78.86 followed by Maharashtra with 77.14. pic.twitter.com/P1JQ1ThSgw
— ANI (@ANI) March 25, 2022
આ સતત બીજી વખત છે જ્યારે ગુજરાત રાજ્ય નીતિ આયોગના નિકાસ તૈયારી સૂચકાંક 2021 માં ટોચ પર છે. ઈન્ડેક્સ મુજબ, ગુજરાતની નિકાસ તૈયારી 78.86 પોઈન્ટ પર છે, જ્યારે મહારાષ્ટ્ર 77.14 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. ગત વખતે પણ મહારાષ્ટ્ર આ ઈન્ડેક્સમાં બીજા નંબરે હતું.
કેન્દ્રશાસિત પ્રદેશોમાં દિલ્હી પ્રથમ ક્રમે છે
આ યાદીમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા પણ ટોપ 10માં સામેલ છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં દિલ્હી પ્રથમ સ્થાને છે. આ પછી ગોવા, જમ્મુ અને કાશ્મીર, ચંદીગઢ અને પુડુચેરીનો નંબર આવે છે. હિમાલયમાં સ્થિત રાજ્યોમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ત્રિપુરા, સિક્કિમ અને મણિપુર ટોચના પાંચમાં છે.
ઉત્તરપ્રદેશ/ યોગી કેબિનેટમાં ભૂતપૂર્વ IAS અને અમલદાર એકે શર્માનો સમાવેશ
World/ વાંગ યીની કાબુલ મુલાકાત: અફઘાનિસ્તાનમાં ચીન અને રશિયા શું દાવપેચ લડાવી રહ્યા છે ?
World/ ભારત શ્રીલંકાને 40,000 ટન ડીઝલ મોકલશે, મદદ માંગતાં જ મોદી સરકારે આપ્યો જવાબ
