- આણંદના સુણાવ ગામમાં 4 શિક્ષકને કોરોના
- ઇંગ્લિશ મીડિયમ સ્કુલને 15 દિવસ કરાઇ બંધ
- 4 મહિલા શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ
- શિક્ષિકા કોરોનાની ઝપેટમાં આવતા લેવાયો નિર્ણય
- સુણાવ AJG ઈંગ્લીશ મીડીયમ સ્કૂલને કરાઈ બંધ
- KG થી ધો.10 સુધી ચાલે છે અભ્યાસ
- પેટલાદ ના સુણાવ ગામ ની ઘટના
ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં અચાનક ઉછાળો આવ્યો છે,કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 548 કેસ નોંધાયા છે જે ચિંતાજનક બાબત છે, કોરાનાની સ્થિતિ ભયાવહ બની રહી છે ત્યારે આણંદના સુણાવ ગામમાં 4 શિક્ષકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે,આ ચાર શિક્ષકોના કોરનાના રિપોર્ટ પોઝિટિવ મળતાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલને 15 દિવસ માટે બેધ કરી દેવામાં આવી છે.શાળાના 4 મહિલા શિક્ષકો કોરનાની ઝપટમાં આવ્યા છે. સુણાવની એજેજી મીડિયમ સ્કૂલને હાલ બંધ કરી દેવામાં આવી છે. આ શાળામાં કેજીથી 10 સુધીના અભ્યાસ ચાલે છે.
ગુજરાતમાં કોરોનાના કેસમાં દિન પ્રતિદન વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે જે ચિંતાજનક બાબત છે,હાલ રાજ્યમાં કોરોના પ્રત્યે બેદરકારી જોવા મળી રહી છે,સરકારની ગાઇડલાઇન નેવે મુકી દીધી છે,જેના લીધે ત્રીજી લહેર આવવાની સંભાવના નકારી શકાય નહી આજે જે રીતે કેસમાં ઉછાળો જોવા મળ્યો છે તંત્ર માટે રેડ એલર્ટ સમાન છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 548 કેસ નોંધાયા છે,જ્યારે અમદાવાદમાં સૌથી વધુ 265કેસ વડોદરામાં 34, આણંદમાં 23 કેસ, સુરતમાં 72 , રાજકોટમાં 20 કોરોનાના ,ખેડામાં 21કેસ નોંધાયા છે.જ્યારે કોરોનાને માત આપીને સાજા થનાર દર્દીઓની સંખ્યામાં ઘટડોથઇ રહ્યો છે,છેલ્લા 24 કલાકમાં 65 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી એક દર્દીનું મોત થયું છે.
