બસ દુર્ઘટના/ બલ્ગેરિયામાં બસમાં લાગી ભીષણ આગ, 45 લોકો જીવતા ભૂંજાયા

મૃતકોમાં ઉત્તર મેસેડોનિયાના લોકો અને બાળકોનો સમાવેશ  થાય છે. આ અકસ્માત સોફિયાથી 45 કિમી પશ્ચિમમાં સ્ટ્રુમા હાઈવે પર થયો હતો.

Top Stories World
બસમાં ભીષણ આગ

બલ્ગેરિયાના પશ્ચિમ ભાગમાં મંગળવારના રોજ એક હાઇવે પર ઉત્તર મેસેડોનિયા નંબર પ્લેટોવાળી  એક બસમાં ભીષણ આગ ના અહેવાલ મળી રહ્યા છે. આગની આ ઘટનામાં ઓછામાં ઓછા 45 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મૃત્યુ પામેલાઓમાં નાના બાળકો પણ સામેલ છે.

આ પણ વાંચો : SPRમાંથી તેલ કાઢવા મજબુર અમેરિકા

અધિકારીઓએ આ ઘટનાની પુષ્ટિ કરી છે કે મૃતકોમાં ઉત્તર મેસેડોનિયાના લોકો અને બાળકોનો સમાવેશ  થાય છે. આ અકસ્માત સોફિયાથી 45 કિમી પશ્ચિમમાં સ્ટ્રુમા હાઈવે પર થયો હતો. અકસ્માત સમયે બસમાં કુલ 53 મુસાફરો સવાર હતા. સોફિયામાં ઈમરજન્સી હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે દાઝી ગયેલા સાત લોકો સળગતી બસમાંથી કૂદી પડ્યા હતા. તેમણે કહ્યું કે હાલ સાત લોકોની હાલત સ્થિર છે. વચગાળાના વડાપ્રધાન સ્ટેફન યાનેવ ક્રેશ સ્થળ તરફ રવાના થઈ ગયા છે. ઉત્તર મેસેડોનિયાના વિદેશ પ્રધાન બુજાર ઉસ્માનીએ જણાવ્યું હતું કે લોકો ઇસ્તંબુલથી સપ્તાહાંતની રજા પછી ઉત્તર મેસેડોનિયાની રાજધાની સ્કોપ્જે પરત ફરી રહ્યા હતા.

ગૃહ મંત્રાલયના ફાયર પ્રોટેક્શન વિભાગના વડા નિકોલાઈ નિકોલોવિએ આ સંદર્ભમાં BTV ટેલિવિઝનને માહિતી આપી છે. જણાવવામાં આવ્યું છે કે મૃતકોમાં ઉત્તર મેસેડોનિયાના લોકો પણ સામેલ છે. નિકોલાઈ નિકાલોવીએ કહ્યું કે બસમાં આગ લાગવાને કારણે ઓછામાં ઓછા 45 લોકોએ જીવ ગુમાવ્યા છે.

આ પણ વાંચો :અમેરિકામાં ક્રિસમસ પરેડમાં કાર ચઢી, અનેક લોકોના મોત થયા

તેમણે કહ્યું કે બસમાં ભીષણ આગ ની આ ઘટના સ્થાનિક સમય અનુસાર રાત્રે બે વાગ્યે બની હતી. સોફિયામાં ઉત્તર મેસેડોનિયાના દૂતાવાસના એક અધિકારીએ માહિતી આપી છે કે અકસ્માતનો ભોગ બનેલા મોટાભાગના ઉત્તર મેસેડોનિયાના નાગરિકો હતા. અધિકારીએ જણાવ્યું કે આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સાથે જ એ પણ જાણી શકાયું નથી કે બસ અકસ્માત પહેલા આગ લાગી હતી કે પછી. હાલ અકસ્માત સ્થળ સીલ કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો :વધુ એક મુસિબતમાં પાકિસ્તાન PM ઈમરાન ખાન

આ પણ વાંચો : કાબુલમાં અજાણ્યા સશસ્ત્ર માણસોએ ટીવી એન્કર પર કર્યો હુમલો

આ પણ વાંચો : આઈન્સ્ટાઈનના હાથે લખેલા દુર્લભ દસ્તાવેજની હરાજી