આગાહી/ પોરબંદરથી પશ્ચિમ દિશામાં 580 કિમી દૂર સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું : સમુદ્ર તોફાની થવાની શક્યતા

પોરબંદર સહિતના દરિયાકાંઠા વિસ્તારમાં ડિપ્રેશનને લીધે આવનારા 2 દિવસ સુધી સમુદ્ર તોફાની બને તેવી શકયતા સેવવામાં આવી રહી છે.

Top Stories Gujarat Others
પોરબંદર

પોરબંદરથી પશ્ચિમ દિશામાં 580 કિમી દૂર અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું છે. જે ડિપ્રેશન આવતા 24 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છનાં બંદર તરફ આગળ વધશે તેવી આગાહી કરવામાં આવી છે. તેમજ ડિપ્રેશનને લીધે આવનારા 2 દિવસ સુધી સમુદ્ર તોફાની બને તેવી શકયતા દર્શાવાઇ છે. જોકે પોરબંદરમાં શનિવારે થોડા વરસાદી છાંટા જ થયેલા. હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું છે જે પોરબંદરથી પશ્ચિમ દિશામાં શનિવારે  70 કીમી દૂર હતું જયારે ઓખાથી દક્ષિણ દિશામાં 190 કીમી અને નલીયાથી પણ દક્ષિણ દિશામાં 190 કીમી દૂર છે. આ ડિપ્રેશન કરાચીથી 410 કિમી દૂર હતું. તેમજ આવતા 24 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છના સમુદ્ર તરફ આગળ વધી રહ્યું છે.જેને લીધે આજે અને સોમવારે સૌરાષ્ટ્ર-કચ્છના અનેક સ્થળોએ વરસાદ થાય તેવી શકયતા સર્જાઇ છે. તેમજ આ બે દિવસ સુધી દરિયામાં 45 થી 50 કિમીની ઝડપે પવન ફુંકાય અને તે વધીને 60 થી 70 કિમી સુધીની ઝડપ પકડે તેવી આગાહી કરવામાં આવી હતી આ આગાહીને પગલે આજે પોરબંદરના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : પાટીલે એવો કયો નિર્ણય કર્યો કે જેનાથી લાકડી પણ ના તૂટી અને સાપ પણ મારી ગયો એ કહેવત સાચી ઠરી, જાણો