Election/ ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ, 200 કોંગ્રેસનાં કાર્યકરો ભાજપમાં જોડાયા

રાજ્યમાં જ્યા એક તરફ ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. 6 મનપાની ચૂંટણી પહેલા અરવલ્લીમાં કોંગ્રેસમાં મોટું ભંગાણ થયુ છે.

Gujarat Others
  • અરવલ્લી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મામલો
  • ચૂંટણી પહેલાં કોંગ્રેમાં મોટું ભંગાણ
  • જિ.પં.ના પૂર્વ ઉપપ્રમુખ કીર્તિ પટેલ ભાજપમાં જોડાયા
  • ગાબટ ખાતે સભામાં ભાજપનો ખેસ પહેર્યો
  • કૃષિ રાજયમંત્રી પુરષોતમ રૂપાલાની સભામાં ખેસ પહેર્યો
  • 200 કોંગ્રેસી કાર્યકરો જોડાયા ભાજપમાં
  • પુરૂષોતમ રૂપાલાની સભામાં કેસરિયો ધારણ કર્યો

રાજ્યમાં જ્યા એક તરફ ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. 6 મનપાની ચૂંટણી પહેલા અરવલ્લીમાં કોંગ્રેસમાં મોટું ભંગાણ થયુ છે. જિલ્લા પંચાયતનાં પૂર્વ ઉપપ્રમુખ કીર્તિ પટેલ ભાજપમાં જોડાયા છે.

Election / શું CM રૂપાણી કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરતા કરશે મતદાન?

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ થયુ છે. અરવલ્લી જિલ્લા પંચાયતની બાયડની ડેમાઇ બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવાર અને પૂર્વ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ કીર્તિ પટેલે કૃષિ રાજ્યમંત્રી પુરષોત્તમ રૂપાલાની સભામાં ભાજપનો ખેસ પહેર્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, 200 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે.

Election: કોરોના દર્દીઓનાં મતદાન મુદ્દે આવ્યા મહત્વનાં સમાચાર

ઉલ્લેખનીય છે કે, આ પહેલા અરવલ્લી જિલ્લા પંચાયતની ડેમાઈ બેઠક ઉપર કોંગ્રેસ પક્ષે જે ઉમેદવારને મેન્ડેટ આપ્યો હતો. તેવા ઉમદેવારે પક્ષની જાણ બહાર અગમ્ય કારણોસર ઉમદેવારી ફોર્મ જ પરત ખેંચી લેતા જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું અને વિરોધી પ્રવૃત્તિ બદલ પ્રદેશ કોંગ્રેસનાં આદેશથી આ ઉમદેવાર અને પક્ષનાં અગ્રણી એવા કીર્તિભાઈ પટેલને કોંગ્રેસે પ્રાથમિક સભ્યપદેથી જ દૂર કરી પક્ષમાંથી સસ્પેન્ડ  કરતો આદેશ કર્યો હતો અને આ બેઠક ઉપર હવે કોંગ્રેસ દ્વારા અપક્ષ ઉમેદવારને ટેકો જાહેર કરાયો હતો ત્યારે હવે કોંગ્રેસનાં કાર્યકરોટેકેદારોને પણ અપક્ષ ઉમેદવાર જીતાડવાની અપીલ જિલ્લા કોંગ્રેસ દ્વારા કરાઈ હતી.

ભાવ વધારો: પેટ્રોલ-ડીઝલ બાદ હવે અદાણીએ CNG અને PNGના ભાવમાં કર્યો આટલો વધારો

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ